Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત: સાંજે વધુ 35 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 75 કેસ નોંધાયા:આજે 28 દર્દીઓ સાજા થયા : કુલ આંક 2835

રાજકોટ: શહેરનાં વિવિધ વિસ્તારમાં આજે સાંજે વધુ 35 અને બપોર સુધીનાં 40 સહિત આજે કુલ 75 કેસ નોંધાયા છે.

આ આંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ 35 પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસનો આંક  2835એ પહોંચ્યો છે. હાલ 1208 દર્દીઓ  સારવાર હેઠળ છે. આજે 28 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(7:51 pm IST)