Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ભારત સરકારે પ્રતિબંધ મુકેલી એપ ઉપર ક્લાયન્ટની જામીન અરજી સ્કેન કરવા બદલ સેશન કોર્ટ ખફા : રૂપેન્દ્રકુમાર વિ. સ્ટેટ કેસમાં કેમસ્કેનર મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા બદલ ઠપકો આપી કાયદેસર કાર્યવાહી કરવાની દિલ્હી કોર્ટની ચીમકી

દિલ્હી : દિલ્હીની સેશન કોર્ટમાં રૂપેન્દ્રકુમાર વિ. સ્ટેટ કેસમાં કેમસ્કેનર મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા બદલ ઠપકો આપી કાયદેસર કાર્યવાહી કરવાની દિલ્હી કોર્ટએ અરજદારના વકીલને ચીમકી આપી છે.તથા ફરીવાર આવી પ્રતિબંધિત એપનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે.ન્યાયાધીશ નામદાર  સુનીલ ચૌધરીએ ભવિષ્યમાં કાનૂની કાર્યમાં પ્રતિબંધિત અરજીનો ઉપયોગ ટાળવા સલાહ આપી છે.

ઉલ્લખનીય છે કે જૂન માસમાં ભારત સરકારે ચીનની 59 એપ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.જેના કારણમાં જણાવાયા મુજબ તે ભારતના સાર્વભૌમત્વ તથા અખંડિતતા ,સંરક્ષણ ,તથા જાહેર વ્યવસ્થા ઉપર જોખમ સમાન છે.

(7:57 pm IST)