Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

નવા ૧ કરોડ ગ્રાહકો સાથે રિલાયન્સ જીયો ટોચ ઉપરઃ વોડાફોન-આઇડીયાએ ર.૬૮ કરોડ ગ્રાહક ગુમાવ્યા.

લોકડાઉનમાં વોડા-આઇડિયાને મોટો ઝાટકો લાગ્યો છે. બન્નેએ ર.૬૮ કરોડ ગ્રાહકો ગુમાવ્યા છે. (માર્ચથી મે સુધીમાં) જયારે રિલાયન્સ જીયોએ આ ૩/૪ મહિનામાં નવા ૧ કરોડ ગ્રાહક બનાવી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

વહીવટી દ્રષ્ટિએ દેશ રર સર્કલમાં વ્હેંચાયેલું છે તેમાંથી ર૦ સર્કલમાં ગ્રાહકો ઘટયા છે.માત્ર કેરળ અને બિહારમાંં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા વધી છે. જિયો ૩૯.ર૭ કરોડ ગ્રાહકો સાથે પ્રથમ નંબરે છે. એરટેલ પાસે ૩૧.૭૮ કરોડ અને વોડા-આઇડીયા પાસે ૩૧ કરોડ ગ્રાહકો છે.

(8:13 pm IST)