Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ફિલ્મ અભિનેત્રી ભીંસમાં અંતે રિયા ચક્રવર્તી ઉપર ડ્રગ્સ અંગે કેસ દાખલઃ સીબીઆઇનો ધમધમાટ ઇડીએ જાણ કરતા નાર્કોટીકસ ખાતું તપાસ કરશેઃ રાકેશ અસ્થાના

ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તી ઉપર ડ્રગ્સ મામલામાં કેસ દાખલ થયાનું એબીપી સમાચાર સંસ્થાના ટીવટર હેન્ડલ ઉપર હમણાજ જાહેર થયું છે આત્મહત્યા કરી લેનાર અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને ડ્રગ્સ આપવાનો રિયા ઉપર આરોપી મૂકાયો છે. રિયાએ કરેલ એક ચેટની બહાર આવેલ વિગતોમાં ૪-૪ ટીપા ડ્રગ્સ આપવાની વાતચીત બહાર આવતા તપાસમાં નવો વળાંક આવ્યો છે.

દરમિયાન સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના બનાવમાં સીબીઆઇ-ઇડી પછી હવે નારકોટીકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી) પણ તપાસમાં ઝંપલાવી રહેલ છે.

એનસીબીના રાકેશ અસ્થાનાએ કહ્યું કે મને મંગળવાર સાંજે ઇડીનો પત્ર મળ્યો છે.  જેમાં આર્થિક બાબતોની તપાસમાં રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહને ડ્રગ સપ્લાય જાહેર હોવાનું ખુલ્યું છે આ મામલે તપાસ થશે.

(8:22 pm IST)