Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પરીક્ષા બંધ રાખવાની માગણી વચ્ચે એનટીએ દ્વારા ''નીટ'' પરીક્ષા માટેના એડમીટ કાર્ડ બહાર પડયા

૧૩ સપ્ટેમ્બરે યોજાનાર ''નીટ'' પરીક્ષાઓ સ્થગિત કરવાની દેશભરમાંથી ઉઠેલી માગણી વચ્ચે નેશનલ ટેસ્ટીંગ એજન્સી એનટીએ) એ એનઇઇટી (નીટ) પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરી દીધા છે. વિદ્યાર્થીઓ એનટીએની સત્તાવાર વેબસાઇટ ઉપરથી એડમીટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે આ પરીક્ષા ર૬ જુલાઇએ યોજાવાની હતી પરંતુ કોરોના સંકટને લીધે મુલત્વી રખાયેલ જે હવે ૧૪ સપ્ટેમ્બરે લેવાશે

દરમિયાન કેન્દ્રીય શિક્ષણ પ્રધાનશ્રી નિશંકે કહ્યું છે કે જેઇઇ ની પરીક્ષા માટે ૮પ ટકા વિદ્યાર્થીઓએ પોતાના એડમીટ કાર્ડ ડાઉન લોડ કરી લીધા છે પરીક્ષા કેન્દ્રો વધારવામાંં આવ્યા છે અને એક કેન્દ્રમાં ૧૦૦ થી ૧પ૦ બાળકો માંડ આવશે તેમાંથી ૯૯ ટકા વિદ્યાર્થીઓને તેમની પસંદગી મુજબ કેન્દ્ર આપવમાં આવ્યું છે.

(8:24 pm IST)