Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પાસે ત્રિમૂર્તિ બાલાજી મંદિરના બાંકડા પરથી શંકાસ્પદ બોટલ મળી : બૉમ્બ મળ્યાની વાતથી પોલીસ દોડી : પેટ્રોલનું સેમ્પલ હોવાનું ખુલ્યું : ગાંધીગ્રામ પીઆઇ કે.એ. વાળાએ બોમ્બની વાત માત્ર અફવાહ હોવાની કરી પુષ્ટી

રાજકોટ: 150 ફુટ રિંગ રોડ પર આવેલા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પાસેના શ્રી ત્રિમૂર્તિ બાલાજી મંદિરના બાંકડા પર રેઢી બોટલ મળતા તે બૉમ્બ હોવાની વાત ફેલાઈ જતા પોલીસ દોડી ગઈ હતી અને બૉમ્બ સ્ક્વોડને પણ જાણ કરવામાં આવી હતી. તપાસમાં કોઈ પેટ્રોલનું સેમ્પલ ભૂલી ગયાનું ખુલ્યું હતું. એસઓજી પીઆઇ આર.વાય. રાવલે જણાવ્યું હતું કે કોઈ આ પેટ્રોલનું સેમ્પલ ભૂલી ગયુ હતું.

ગાંધીગ્રામ પીઆઇ કે.એ. વાળાએ જણાવ્યા મુજબ એક જાગૃત નાગરિકે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ફોન કરી  ત્રિમૂર્તિ બાલાજી મંદિર ખાતે કાંઇક શંકાસ્પદ બોમ્બ જેવી વસ્તુ પડેલ છે, તેવી જાણ કરતા જે આધારે ગાંધીગ્રામ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરી તેમજ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ બોલાવી ખાતરી તપાસ કરતા પેટ્રોલ પંપમાંથી પેટ્રોલનો નમુનો લીધેલ બોટલ હોવાનું માલુમ પડેલ છે. કોઈ અન્ય શંકાસ્પદ વસ્તુ નથી.

(9:40 pm IST)