Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

સાઉથ આફ્રિકાનો બોલરો અને બેટ્સમેનોના શાનદાર દેખાવને સહારે વેસ્ટ વિન્ડિઝ સામે આઠ વિકેટે વિજય

માર્કરામે ૨૬ બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે અણનમ ૫૧ રન ફટકાર્યા

 

દુબઈ :સાઉથ આફ્રિકાએ બોલરો અને બેટ્સમેનોના શાનદાર દેખાવને સહારે વિન્ડિઝ સામે ૧૦ બોલ બાકી હતા, ત્યારે આઠ વિકેટથી વિજય મેળવ્યો હતો. જીતવા માટેના ૧૪૪ના ટાર્ગેટને સાઉથ આફ્રિકાએ માત્ર ૧૮. ઓવરમાં બે વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. માર્કરામ ૨૬ બોલમાં ૫૧ અને ડેર ડુસેન ૫૧ બોલમાં ૪૩ રને નોટઆઉટ રહ્યા હતા.

એન્રિચ નોર્ટ્જેએ ઓવરમાં માત્ર ૧૪ રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી, જેના કારણે તેને પ્લેયર ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા વિન્ડિઝને બેટીંગમાં ઉતાર્યું હતુ. ઓપનર લુઈસે ૩૫ બોલમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી ૫૬ રન ફટકાર્યા હતા. પોલાર્ડે ૨૦ બોલમાં ૨૬ રન કર્યા હતા. પ્રેટોરિઅસે ૧૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

જીતવા માટેના ૧૪૪ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા સાઉથ આફ્રિકાએ માત્ર રનના સ્કોર પર ઓપનર કેપ્ટન બવુમાને ગુમાવ્યો હતો. જે પછી હેન્ડ્રિક્સ (૩૯) અને ડેર ડુસેને ૫૭ રનની ભાગીદારી કરી હતી. હેન્ડ્રિક્સની વિકેટ પડી તેની સાથે ડેર ડુસેન સાથે માર્કરામ જોડાયો હતો. તેમની વચ્ચે ૫૪ બોલમાં અણનમ ૮૩ રનની ભાગીદારી નોંધાઈ હતી. માર્કરામે ૨૬ બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે અણનમ ૫૧ રન નોંધાવ્યા હતા.

(11:08 pm IST)