Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

શિરડીના સાંઈબાબા સંસ્‍થાનને ૧૭૫ કરોડ રૂપિયાનો આવકવેરો માફ

શિરડી,તા. ૨૬ : વર્ષ ૨૦૧૫-૧૬ માટે કરની આકારણી કરતી વખતે, આવકવેરા વિભાગે દક્ષિણાપેટીમાં મળેલા દાન પર ૧૮૩ કરોડ રૂપિયાની ટેક્‍સ નોટિસ જારી કરી હતી. આવકવેરા વિભાગના મત મુજબ શ્રી સાંઈબાબા સંસ્‍થાન કોઈ ધાર્મિક ટ્રસ્‍ટ નહીં, પરંતુ એક ચેરિટેબલ ટ્રસ્‍ટ છે. આવકવેરા વિભાગે છેલ્લા બે વર્ષમાં દક્ષિણા પેટીમાં દાન પર આવકવેરો વસૂલ્‍યો નથી. જોકે,ઉક્‍ત નિર્ણય મુજબ છેલ્લા બે વર્ષથી દક્ષિણા પેટીમાં આપેલા દાન પર આવકવેરો વસૂલવાનો નિર્ણય લેવાયો હતો અને સંસ્‍થાને આવકવેરો વસૂલવા નોટિસ પણ આપવામાં આવી હતી. આ નોટિસ સામે સંસ્‍થા દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આવકવેરા ખાતાની નોટિસ પર સ્‍ટે મૂકવા આદેશ આપ્‍યો હતો.

કોર્ટના સ્‍ટે બાદઆવકવેરા વિભાગે શ્રી સાંઈ બાબા સંસ્‍થાનને ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્‍ટ તરીકે માન્‍યતા આપીને દક્ષિણાપેટીમાંથી દાન પર વસૂલવામાં આવતા કરમાંથી મુક્‍તિ આપવાનો નિર્ણય લીધો હતો. આ રીતે, સાંઈબાબા સંસ્‍થાનને છેલ્લા ત્રણ વર્ષમાં વસૂલવામાં આવેલા ૧૭૫ કરોડ રૂપિયાના આવકવેરામાંથી મુક્‍તિ આપવામાં આવી છે.

(10:48 am IST)