Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

૫ વર્ષની દીકરી પર રેપની સજા માત્ર ૫ ઉઠકબેઠક

બિહારમાંથી શરમજનક ઘટના સામે આવી ! : પંચાયતે રેપ કેસના આરોપીને મામૂલી સજા આપી મામલો રફેદફે કરી નાખ્‍યો

નવાદા, તા.૨૬: બિહારની એક પંચાયતમાંથી શરમજનક કિસ્‍સો સામે આવ્‍યો છે. પંચાયતે છ વર્ષની રેપ પીડિતાના આરોપીને સજા તરીકે ખાલી ૫ વખત ઉઠક બેઠક કરાવી હતી. આ મામલો નવાદા શહેરના અકબરપુર વિસ્‍તારનો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ૬ વર્ષની બાળકી યૌન ઉત્‍પીડન કરવા માટે બળાત્‍કારના એક આરોપીને સજા તરીકે ૫ ઉઠક બેઠક કરાવી હતી. ફક્‍ત ૧૪ સેકન્‍ડના આ વીડિયોમાં આરોપી ઉઠક બેઠક કરતો દેખાય છે. પંચાયતના આ પ્રકારના નિર્ણયથી સોશિયલ મીડિયા પર લોકો ખૂબ ટિકા કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્‍સ મુજબ આરોપી અરુણ પંડિતે ૨૧ નવેમ્‍બરે પીડિતાને રમકડા અને ચોકલેટની લાલચ આપીને ચિકન ફાર્મ પર બોલાવી હતી. જેવી બાળકી ફાર્મ પર પહોંચી તો, આરોપીએ તેને ખોળામાં બેસાડી લીધી અને બાદમાં તેની સાથે ગંદુ કામ કરવા લાગ્‍યો હતો.

ઘટના બાદ બાળકી જેમ તેમ કરીને ઘરે પહોંચી અને તેના માતાપ્રપિતાને આખી ઘટના વિશે જાણકારી આપી. આ ઘટના બાદ કોઈ પણ પ્રકારની સજાથી બચવા માટે આરોપીએ ગામના સૌથી પ્રભાવશાળી વ્‍યક્‍તિને સાધી લીધી.

આ મામલાની જાણકારી બાદ પંચાયત સમિતિમાં ટોચ પર બેઠેલા પ્રભાવશાળી વ્‍યક્‍તિએ બાળકીને ન્‍યાય અપાવવા માટે પંચાયતની બેઠક બોલાવી હતી. પંચાયતમં ગામના લોકો એકઠા થયાં. ત્‍યાર બાદ સજા તરીકે પ્રભાવશાળી વ્‍યક્‍તિએ આરોપીને ખાલી ઉઠક બેઠક કરાવી અને મામલો રફેદફે કરી નાખ્‍યો.

સ્‍થાનિક મીડિયાએ જણાવ્‍યું છે કે, પીડિતાના પરિવારે આ સજાનો વિરોધ કર્યો, જે બાદ પંચાયતના લોકોએ પીડિતાના પરિવાર પર પોલીસ પાસે ન જવાનું પ્રેશર નાખ્‍યું હતું. કહેવાય છે કે, આરોપીએ પીડિત પરિવારને પૈસાની લાલચ પણ આપી હતી.

(3:25 pm IST)