Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

કેનેડા સ્થિત ભારતીય મૂળના યુવાન અભિનવ બેક્ટરની ધરપકડ : 5 હજાર યુ.એસ.ડોલરનું આંતર રાષ્ટ્રીય ટેલિફોન કૌભાંડ આચર્યાનો આરોપ

ઓન્ટારીઓ : કેનેડાના બ્રેમ્પટોન ઓન્ટારીઓ સ્થિત ભારતીય મૂળના 25 વર્ષીય યુવાન અભિનવ બેક્ટરની ધરપકડ થઇ છે.તેના ઉપર  5 હજાર યુ.એસ.ડોલરનું આંતર રાષ્ટ્રીય  ટેલિફોન કૌભાંડ આચર્યાનો આરોપ હોવાથી રોયલ કૅનૅડીઅન માઉન્ટેડ પોલીસે તેની ધરપકડ કરી છે.

2014 ની સાલથી કેનેડાની પબ્લિક સાથે ટેલિફોન સ્કેમ આચર્યાનો તેના ઉપર આરોપ લગાવાયો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ આવા જ આરોપસર ઓક્ટોબર માસમાં ભારતીય મૂળના યુવાન 22 વર્ષીય નમન ગ્રોવરની ધરપકડ થઇ હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:37 pm IST)