Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

અમેરિકામાં એક વધુ રંગભેદની ઘટના : કારમાં બેઠેલી 25 વર્ષની મિયા રાઈડ નામક અશ્વેત યુવતીને પોલીસે વાળ ખેંચી બહાર કાઢી : કારનો કાચ તૂટી જતા યુવતીને આંખમાં ઇજા

શિકાગો : અમેરિકામાં એક વધુ રંગભેદની ઘટના બનવા પામી છે.જે મુજબ શિકાગો શહેરમાં કારમાં બેઠેલી 25 વર્ષીય મિયા રાઈડ નામક અશ્વેત યુવતીને પોલીસે વાળ ખેંચી બહાર કાઢી હતી.આ દરમિયાન કારનો કાચ તૂટી જતા યુવતીને આંખમાં ઇજા થઇ હતી.તેવું તેના પરિવારે જણાવ્યું હતું.

આ મુદ્દે પોલીસે બચાવ કર્યો હતો કે તેમને લૂંટફાટની બાતમી મળી હતી, એ પછી કાર્યવાહી કરાઈ હતી. પોલીસે કારમાંથી બહાર કાઢીને યુવતીને ભોંયભેગી કરી હતી.

આ ઘટનાની તસવીરો અને વીડિયો વાયરલ બન્યા હતા. એ પછી શિકાગોના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લીધી હતી અને જવાબદાર પોલીસ જવાનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ મીનાપોલિસમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડની આ જ રીતે પોલીસે શ્વાસ રોકીને હત્યા કરી નાખી હતી. એ પછી આખાય અમેરિકામાં હિંસા ભડકી ગઈ હતી. આ ઘટનાના કારણે ફરીથી અશ્વેત નાગરિકોમાં જ્યોર્જ ફ્લોઈડની ઘટના તાજી થઈ હતી. આ બનાવ પછી અમેરિકાના ઘણાં રાજ્યોમાં સોશિયલ મીડિયામાં અશ્વેત નાગરિકોની તરફેણમાં ટ્રેન્ડ બન્યો હતો.

(1:50 pm IST)