Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવના જીવન વિષે ડોક્યુમેન્ટરી : સૌપ્રથમવાર ઈંગ્લીશ ભાષામાં તૈયાર કરાયેલી ડોક્યુમેન્ટરી આજ 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ તહેવાર નિમિત્તે વર્લ્ડ ચેનલ ઉપર પ્રસારિત કરાશે

વોશિંગટન : શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવના જીવન વિષે સૌપ્રથમવાર ઈંગ્લીશ ભાષામાં તૈયાર કરાયેલી ડોક્યુમેન્ટરી આજ 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ તહેવાર નિમિત્તે વર્લ્ડ ચેનલ ઉપર પ્રસારિત કરાશે.

વર્લ્ડ ચેનલમાં  પબ્લિક ટીવી સ્ટેશન ઉપર 24 તથા 25 ડિસેમ્બરના રોજ પ્રસારિત થનારી આ ડોક્યુમેન્ટરી યુ.એસ.ના 86 શહેરોમાં જોઈ શકાશે.જે 71 મિલિયન પરિવારો દ્વારા 170 મિલિયન લોકો જોશે.

આ ડોક્યુમેન્ટરીનું શુટીંગ ભારત ,તથા પાકિસ્તાન ,અને અમેરિકાના અમુક વિસ્તારોમાં કરાયું હોવાનું જાણવા મળે છે.જેમાં શીખ ધર્મનો સંદેશ છે.

(8:05 pm IST)