Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ભારતના સુપ્રતિષ્ઠિત ' પદ્મશ્રી એવોર્ડ ' વિજેતા 3 કલાકારોને સરકારી નિવાસ સ્થાન ખાલી કરવા કેન્દ્ર સરકારનો આદેશ : છેલ્લા 33 વર્ષથી સરકારી નિવાસ સ્થાનમાં રહેતા આ કલાકારોએ દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન કરતા કોર્ટએ સ્ટે આપ્યો : આગામી સુનાવણી 22 જાન્યુઆરી 2021 ના રોજ

ન્યુદિલ્હી : ભારતના સુપ્રતિષ્ઠિત ' પદ્મશ્રી એવોર્ડ ' વિજેતા 3 કલાકારોને સરકારી નિવાસ સ્થાન ખાલી કરવા 9 ઓક્ટોબર 2020 ના રોજ કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે. આથી છેલ્લા 33 વર્ષથી સરકારી નિવાસ સ્થાનમાં  રહેતા આ કલાકારોએ દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન કરતા કોર્ટએ સ્ટે આપ્યો છે.

આ 3 કલાકારોમાં શ્રી ભારતી શિવાજી ,શ્રી વી.જયરામ રાવ ,તથા સુશ્રી બંસરી રાવ દંપતી ,નો સમાવેશ થાય છે.જેઓને એશિયન ગેમ્સ વિલેજ કોમ્પ્લેક્સમાં નિવાસ ફાળવાયા હતા.

આ કલાકારોએ દિલ્હી હાઇકોર્ટમાં કરેલી પિટિશન મુજબ તેઓ ઉંમર લાયક છે.અને સરકારી આવાસ સિવાય તેમની પાસે ભારતમાં ક્યાંય રહેણાંક મકાન નથી.તેઓએ આખી જિંદગી કલા તથા સંસ્કૃતિને અર્પણ કરી છે.અને તેમની કલાની કદર રૂપે તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.તથા સરકારી નિવાસ સ્થાન અપાયું હતું.જે ચાલુ રાખવા અરજ કરાતા નામદાર કોર્ટએ હાલની તકે સ્ટે આપ્યો છે.

આગામી સુનાવણી 22 જાન્યુઆરી 2021 ના રોજ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)