Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

બે સાંસદોએ કૃષિ કાનૂનોના વિરોધમાં સંસદના મધ્યસ્થ હોલમાં સુત્રો પોકાર્યા

આમ આદમી પાર્ટીના બે સાંસદોએ આજે કૃષિ કાનૂનોના વિરોધમાં સંસદના મધ્યસ્થ હોલમાં સુત્રો પોકાર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે અટલબિહારી બાજપાઈજીની ૯૬મી જન્મ જયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા લોકસભા  આવ્યા હતા, તેમનું ધ્યાન ખેંચવા આ બંને સાંસદોએ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.. આપના સાંસદ સંજય સિંહ અને  ભગવંત માન સ્લોગન સાથે દેખાવો કરી રહ્યા હતા તેનો વિડિયો સંજય સિંહે ટ્વિટર ઉપર અપલોડ કર્યો હતો.

(8:47 am IST)