Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

બ્રિટન અને સાઉથ આફ્રિકા બાદ કોરોનાના નવા સ્ટ્રેનની ફ્રાન્સમાં એન્ટ્રી :તાજેતરમાં જ બ્રિટનથી પરત ફર્યો વ્યક્તિ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ નવા કોરોના વેરિએન્ટની ચપેટમાં 8 યૂરોપીય દેશ

પેરિસ: બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેન હવે દુનિયાના ઘણા દેશોમાં ફેલાતો જાય છે. આ પહેલાં સાઉથ આફ્રીકામાં કોરોનાના નવા સ્ટ્રેનના ઘણા કેસ જોવા મળ્યા છે. હવે ફ્રાંસમાં આ પહેલો કિસ્સો સામે આવ્યો છે. ફ્રાંસની મીડિયા રિપોર્ટએ તેની જાણકારી આપી.

ફ્રાંસના જે વ્યક્તિમાં કોરોનાના નવા સ્ટ્રેન જોવા મળ્યા છે, તે તાજેતરમાં જ બ્રિટનથી પરત ફર્યો હતો. ફ્રાંસના એક બ્રોડકાસ્ટર BFMTV ના રિપોર્ટ અનુસાર ત્યાંના સ્વાસ્થ્ય વિભાગે આ વ્યક્તિમાં નવા સ્ટ્રેન મળવાની જાણકારી આપી છે. રિપોર્ટના અનુસાર આ વ્યક્તિમાં કોરોના (Covid-19)ના કોઇ લક્ષણ નથી અને હાલ તેમણે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો પહેલો કિસ્સો બ્રિટનમાં ગત અઠવાડિયા જોવા મળ્યા હતા. કોરોનાનો આ નવા અવતાર હાલના વાયરસના મુકાબલે 70% વધુ ફેલાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અનુસાર કોરોનાના આ નવા સ્ટ્રેનના કેસ અત્યાર સુધી 8 યૂરોપીય દેશમાં જોવા મળ્યા છે.

(9:29 am IST)