Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

૨૦૨૦નું વર્ષ શેરબજાર માટે અસામાન્ય રહ્યુ ક્રિસમસ ટુ ક્રિસમસ : ૩૬ શેર્સમાં ૧૦૦-૯૦૦% રિટર્ન

સેન્સેકસ -નીફટીમાં ૧૩% નો ઉછાળો : મીડકેપ -સ્મોલકેપ ૧૯.૩૨ ટકા વધ્યા : FIIએ ૧.૫૦ લાખ કરોડ ઠાલવ્યા

મુંબઇ,તા. ૨૬: વર્ષ ૨૦૨૦ કોવિડ-૧૯ રોગચાળાને લીધે શેરબજાર માટે અસામાન્ય વર્ષ રહ્યું. ગઇ ક્રિસમસથી આ ક્રિસમસ સુધીમાં શેરબજારમાં મલ્ટી યર લો સુધી પહોંચ્યું હતું, તો ત્યાંથી ફરી શેરબજાર છલાંગ લગાવીને નવા રેકોર્ડ સ્તર ઉંચાઇએ પણ પહોંચ્યું છે. બેન્ચમાર્ક ઇન્ડેકસે દ્વિઅંકી વળતર આપ્યું છે. સેન્સેકસ અને નિફટીમાં ૧૩ ટકાનો ઉછાળો આવ્યો છે. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેકસ આ સમયગાળામાં ૧૯અને ૩૨ ટકા વધ્યા ે. એફઆઇઆઇએ રૂ. ૧.૫ લાખ કરોડનું મૂડીરોકાણ કર્યું છે.

લોકડાઉનના નિયમોમાં છુટ, અર્થતંત્રમાં સુધારાના સંકેત, અપેક્ષાથી વધુ પ્રોત્સાહક સપ્ટેમ્બર પરિણામો, આગામી વર્ષે મજબુત ગ્રોથનો આશાવાદ, કોરોના વેકિસનના મોરચે પોઝીટીવ સંકેત, સરકાર દ્વારા લાવવામાં આવેલ રાહત પેકેજો સસ્તા વ્યાજદર અને રિઝર્વ બેન્કની અર્થતંત્રને ટેકો આપતી નીતિએ બજારનું સેન્ટિમેન્ટ તેજીમય કરી દીધુ હતું.

 આ બધા કારણોને લીધે શેરો અને સેકટરો પર સકારાત્મક અસર થઇ હતી. ઓઇલ એન્ડ ગેસ અને બેન્ક ક્ષેત્ર સિવાય અર્થતંત્રનાં મોટા ભાગનાં ક્ષેત્રોએ બજારની તેજીને વેગ આપ્યો હતો. જેથી બીએસઇ -૫૦૦ ઇન્ડેકસમાં સામેલ ૬૫ ટકા શેરો તેજીની સાથે બંધ થયા હતા અને ૫૦ ટકા શેરોએ ડબલ ડિજિટમાં ગ્રોથ બતાવ્યો.

આ એક વર્ષમાં ૩૬ શેરો એવા હતા. જે મલ્ટિ બેગર સાબિત થયા. આ શેરો ૧૦૦ ટકાથી ૯૦ ૦ ટકા સુધીનુ ં વળતર આપ્યું આમાંથી મોટા ભાગના શેરો મિડકેપ અને સ્મોલ કેપ સંબંધિત છે. આ શેરોમાં તન્લા પ્લેટફોર્મ્સ, અદાણી ગ્રીન એનર્જી, આરતી ડ્રગ્સ, લોરસ લેબ્સ, આઇઓએલ કેમિ., આલ્કલી એમાઇન્સ કેમિ., બિરલા સોફટ, ડિકશન ટેકનો., ઇન્ડિયા માટે ઇન્ટરમેશ, ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા, નવીન ફલોરો, એફલ ઇન્ડિયા, જેબી કેમિ., અદાણી ગેસ, અદાણી એન્ટર, એપીએલ એપોલો ટયુબ્સ, ટાટા એલેકસી, દીવીઝ લેબ, માઇન્ડટ્રી, એલએન્ડટી ઇન્ફોટેક અને એસ્કોર્ટ્સ સામેલ છે.

(9:38 am IST)