Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સર્વમાં ચોંકવનારો ખુલાસો

કોરોનાને કારણે બાળકોને ઘરમાં જ પુરી રાખવા ખતરારૂપ

સર્વેમાં બાળકોની માનસિક સ્થિતી પર ખુલાસો વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે માનસિક તણાવ

નવી દિલ્હી,તા. ૨૬:કોરોના કારણે બાળકોની મનોસ્થિતિ પર ગંભીર અસરો પડી છે. લાંબુ લોકડાઉન રહેતા બાળકો ઘરની બહાર ન નીકળી શકયા ત્યારે તાજેતરમાં થયેલ સર્વેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે.

કોરોનાની મહામારીમા સ્કૂલ બંધ હોવાથી સંતાનોમા એકલતા અને મૂડમા બદલાવ આવ્યો છે. કોરોના આ કપરા સમયમાં સૌથી વધુ નકારાત્મક અસર વિઘાર્થીઓ પર પડી છે. સંતાનો અભ્યાસ બાબતે આશાહીન રહેવાની સાથે, ઘરમાં પુરાઈ રહેવાથી વિઘાર્થીઓ માનસિક આઘાત અનુભવે છે. ૯૦% વાલીઓએ આ સ્થિતિ હોવાનુ સર્વેમા જણાવ્યુ છે. જયારે ૮૧% વાલીઓએ જણાવ્યું છે કે, ઘરે રહેવાથી સંતાન ઉદાસ કયારેક ખુશ અને કયારેક આક્રમક બની જાય છે.

કોરોનાનું સંકટ નકારાત્મક ઘટના છે. આ સમયે ઘણા બાળકો તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. બાળકો બાળપણથી જ પોઝિટિવ વાતાવરણમાં રહ્યા છે, તેમના સામે આ સમય કોરોના સંકટ એક ભયંકર નકારાત્મક ઘટના છે. આવી ઘટનાઓ હંમેશાં બાળકોમાં તણાવનું કારણ બને છે.

આ સમયે જયારે સ્કૂલો બંધ છે, બાળકોમાં ઘરમાં બંધ છે. આવા સમયમાં તેમના મગજમાં અનેક પ્રકારની ધારણાઓ ઉભી થાય છે.માતાપિતાએ તેમના પર નજર રાખવી જોઈએ. તણાવના કારણે હોર્મોન્સમાં ફેરફાર થાય છે. કેટલાક બાળકોમાં ડેઈલી રૂટિનમાં પરિવર્તન થતાં તેની અસર પણ જોવા મળી રહી છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તણાવપૂર્ણ ઘટનાઓ જોવા અને સાંભળવાના કારણે બાળકોમાં તણાવ વધી રહ્યો છે. તે ઉપરાંત અત્યારે કોઈ નિત્યક્રમ નથી, માતા-પિતા નોકરી ગુમાવી રહ્યા છે અને આર્થિંક સંકટ પણ છે. પરિવારમાં કોઈ સભ્યની બીમારી અથવા મૃત્યુ થવાથી બાળકોને પણ આઘાત લાગે છે.

મહત્વની વાત છે કે બાળક ઘરની અંદર જકળાઈ ગયું છે ભણવું તો પણ મોબાઈલ અને રમવું તો પણ મોબાઈલ ત્યારે બાળકને સ્ક્રીનની દુનિયા માંથી બહાર કાઢવું જરૂરી છે.

(9:38 am IST)