Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

બે મહિના સુધી ૩ બી રીટર્ન નહીં ભરનાર GSTR-૧ નહીં ભરી શકે

બોગસ બિલિંગ અટકાવવા જીએસટીનો વધુ એક પ્રયાસ

મુંબઇ,તા. ૨૬:બોગસ બિલિંગ અટકાવવા માટે હવે જીએસટી વિભાગ દ્વારા આકરીો કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. તે અંતર્ગત ૩બી રીટર્ન બે માસ સુધી નહીં ભરનાર વેપારી હવેથી જીએસટીઆર ૧ પણ ભરપાઇ કરી શકશે નહીં. આ ઉપરાંત વેપારીએ ભરેલા રીટર્નમાં જીએસટીની રકમમાં મોટા પાયે તફાવત જોવા મળશે તો તેની સામે અધિકારી દ્વારા કાર્યવાહી કરીને જીએસટી નંબર રદ કરવા સુધીના પગલાં ભરવાની સત્ત્।ા આપવામાં આવી છે.

બોગસ બિલિંગ કરનારા કેટલાય લોકો જીએસટીઆર ૧ ભરતા હતા પરંતુ ટેકસ ભરવાનો થતો હોવાના કારણે જીએસટીઆર ૩બી રીટર્ન ભરતા નહોતા. જેથી જીએસટી દ્વારા હવેથી નવો કાયદો અમલમાં મુકવાનો નિર્ણય કર્યો છે. તેમાં વેપારી દ્વારા બે માસ સુધી ૩બી રીટર્ન નહીં ભરનાર વેપારી હવેથી જીએસટીઆર ૧ પણ ભરપાઈ કરી શકશે નહીં. અત્યાર સુધી આવો કોઈ નિયમ નહીં હોવાના કારણે કેટલાય લોકો જીએસટીઆર ૧ ભરતા હતા પરંતુ ૩બી રીટર્નમાં ટેકસની રકમ ભરપાઇ કરતા નહોતા. તેમજ આ પ્રમાણોને વેપાર છેલ્લાં બે વર્ષથી કરીને સરકારને ચૂનો ચોપડવામાં આવતો હતો. કારણ કે સરકારને ટેકસની રકમ મળતી નહોતી. આવા અનેક કિસ્સા સ્ટેટ જીએસટી, સેન્ટ્રલ જીએસટી અને ડીજીજીઆઇની તપાસમાં પણ બહાર આવ્યા હતા. આ જ કારણોસર ઉપરોકત નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

બોગસ બિલિંગને અટકાવવા માટે જીએસટી વિભાગ દ્વારા અનેક પ્રયાસો કરી રહી છે. પરંતુ બેંક એકાઉન્ટ પર નજર રાખવામાં આવે તો બોગસ બિલીંગના નેટવર્કને ભેદી શકાય તેમ છે. કારણ કે આઇટીસી લેનાર બેંકમાંથી રોકડ નાંણા ઉપાડીને બોગસ બિલ લેનારાઓને તેની રોકડમાં જ ચુકવણી થતી હોય છે, જેથી બેંક એકાઉન્ટમાં આઇટીસી આવ્યા બાદ બીજા કે ત્રીજા દિવસે નાંણા ઉપાડી લેનારની તપાસ કરવામાં આવે તો ઝડપથી આ નેટવર્કને ભેદી શકાય તેમ છે. આ અંગેનુ સુચન કર્યા બાદ પણ તે દિશામાં હજુ વિભાગ દ્વારા કાર્યવાષી કરવામાં આવતી નથી.

(9:40 am IST)