Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ગાઢ ધુમ્મસમાં જો કોઈ ટ્રેન ઉપડવામાં મોડી થશે તો મુસાફરને મોબાઈલમાં મેસેજ દ્વારા જાણ કરાશે

ધુમ્મસ સિઝનમાં ઉત્તર રેલ્વે દ્વારા રેલ્વે પરિચાલનની યોજના તૈયાર

નવી દિલ્હી : ઉત્તર ભારતની સાથે સાથે દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી સાથે ધુમ્મસે પણ તેની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે જેની સીધી અસર રેલ્વે પર પડવા માંડી છે. મુસાફરોના સમયનો વ્યય ન થાય તે માટે જો કોઈ ટ્રેન ઉપડવામાં એક કલાકથી વધુ વિલંબ થશે તો તેની માહિતી મુસાફરને મોબાઈલમાં મેસેજ દ્વારા આપવામાં આવશે.

અનિચ્છનીય સંજોગોને ટાળવા રેલ્વેએ તેની ટ્રેનોની ગતિ મર્યાદા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. ઘણી પેસેન્જર ટ્રેનો તેમના નિર્ધારિત સ્થાન પર મોડી આવી રહી છે. મુસાફરોને સમસ્યાઓથી બચાવવા રેલ્વેએ નવી સુવિધા શરૂ કરી છે. નોર્ધન રેલ્વેના જનરલ મેનેજર આશુતોષ ગંગલે જણાવ્યું હતું કે જો કોઈ ટ્રેન ઉપડવામાં એક કલાકથી વધુ વિલંબ થશે તો તેની માહિતી મુસાફરને મોબાઈલમાં મેસેજ દ્વારા આપવામાં આવશે.

 ટ્રેનોના વિલંબથી ચાલવાના કારણે રેકનું નિયમિત આગમન / પ્રસ્થાન શક્ય નથી. ટ્રેનોની ગતિ ધીમી હોવાને કારણે, ક્રૂની પણ અછત રહે છે. આ સંજોગોમાં ટ્રેનોનું સમયપત્રક, તેમના પ્લેટફોર્મ પર સ્થાપિત કરવાની યોજના, વોશિંગ અને જાળવણીના સમયને અસર પડે છે. આ કારણે ધુમ્મસ સિઝનમાં ઉત્તર રેલ્વે દ્વારા રેલ્વે પરિચાલનની યોજના તૈયાર કરવામાં આવી છે.

(10:24 am IST)