Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

મારા ફુલ ફોર્મમાં

ગુંડા બદમાશ સુધરી જજો, નહીંતર ૧૦ ફૂટ ઊંડા ખાડામાં દાંટી દઇશ !

ભોપાલ તા. ૨૬ : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારના રોજ હોશંગાબાદ જિલ્લાના બાબઈમાં આયોજીત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કાર્યક્રમના મંચ પરથી રાજયમાં અસામાજિક ત્તત્વોને આકરી ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યુ હતું કે, ગુંડા અને માફિયાઓ ચેતી જજો, જલ્દીથી આ રાજય છોડી દેજો, નહીંતર ૧૦ ફૂટ નીચે ખાડામાં દાંટી દઈશ.મામા આજકાલ ફોર્મમાં છે, હું ગડબડ કરનારા લોકોને છોડવાવાળો નથી. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા સહિતના કેટલાય લોકો હાજર હતા.

પોતાના સંબોધનમાં શિવરાજ સિંહે કહ્યુ હતું કે, આજકાલ હું ખતરનાક મૂડમાં છું. ગડબડ કરતા લોકોને છોડીશું નહીં. આજકાલ મામા ફોર્મમાં છે. એક બાજૂ માફિયાઓ વિરુદ્ઘ અભિયાન ચાલી રહ્યુ છે.મસલ પાવરનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે કબ્જા કરી લીધા છે. અમુક જગ્યાએ બાંધકામ કરી લીધા છે. તો સાંભળી લો... મધ્યપ્રદેશ છોડી દેજો નહીંતર ૧૦ ફૂટ ઉંડા ખાડામાં દાંટી દઈશ. ખબર પણ નહીં પડે કોઈને. સુશાસનનો મતલબ જનતા પરેશાન ન થાય.દાદા, ગુંડા, બદમાશ હવે કોઈની નહીં ચાલે. આ સુશાસન છે.

તેમણે મધ્ય પ્રદેશની જનતાને સંબોધન કરતા કહ્યુ હતું કે, લોકોને હવે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. સુશાસનનો અર્થ છે કે, કંઈ પણ કર્યા વગર સમયસર જનતાને લાભ મળી જાય. જેના માટેના અમે અમુક પ્રકારના નિયમો પણ બનાવ્યા છે. જે ગ્રામપંચાયતથી લઈને કલેકટર કચેરી સુધીના અધિકારીઓને લાગૂ પડશે.

(10:29 am IST)