Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

મુકેશ અંબાણી ટોપ ૧૦ અમીરોની યાદીમાંથી બહાર

૫.૭૨ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે અંબાણી હવે અબજોપતિઓની યાદીમાં ૧૧માં સ્થાને ખસકી ગયા છે

મુંબઇ, તા.૨૬: વર્ષ ૨૦૨૦ પુરૂ થવા જઈ રહ્યુ છે, ત્યારે ભારતના સૌથી અમીર મુકેશ અંબાણી માટે ખરાબ સમાચાર આવ્યા છે. તેઓ અબજોપતિઓની યાદીમાંથી ટોપ ૧૦માંથી બહાર ફેંકાઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈંડેકસના તાજેતરના ડેટા અનુસાર ૫.૭૨ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે અંબાણી હવે અબજોપતિઓની યાદીમાં ૧૧માં સ્થાને ખસકી ગયા છે. જણાવી દઈએ કે, કોરોના વાયરસની મહામારી બાદ ૨૦૨૦માં મુકેશ અંબાણી આ લિસ્ટમાં ટોપ ૬માં પહોંચી ગયા હતા. જો કે, સપ્ટેમ્બર બાદ આરઆઈએલના શેરમા ખૂબ ઘટાડો થયો હતો. જેમાં તેમનું રેકીંગ નીચે આવી ગયુ હતું. તો વળી આ વર્ષે સૌથી વધારે સંપત્તિ એલન મસ્કની વધી છે. જે બીજા નંબર પર છે.

આ વર્ષે ૧.૩૨ લાખ વધી સંપત્તિ

મુકેશ અંબાણી માટે કોરોના વાયરસનો કહેર હોવા છતાં પણ આ વર્ષ સારૂ સાબિત થયુ છે. આ આખા વર્ષમાં અત્યાર સુધીમાં સંપત્ત્િ।માં ૧.૩૨ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. તો વળી કુલ સંપત્તિ ૫.૭૨ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ટોપ ૧૦ ધનવાન

  1. જેફ બેઝોસ- ૧૮૭૦૦ કરોડ ડોલર
  2. એલન મસ્ક- ૧૬૭૦૦ કરોડ ડોલર
  3. બિલ ગેટ્સ- ૧૩૧૦૦ કરોડ ડોલર
  4. બર્નાર્ડ અરનોલ્ટ-૧૧૦૦૦ કરોડ ડોલર
  5. માર્ક ઝુકરબર્ગ-૧૦૫૦૦ કરોડ ડોલર
  6. વોરેન બફે-૮૫૨૦ કરોડ ડોલર
  7. લૈરી પેજ-૮૧૪૦ કરોડ ડોલર
  8. લૈરી એલિસન-૭૯૭૦ કરોડ ડોલર
  9. સ્ટીવ બામર-૭૯૧૦ કરોડ ડોલર
  10. સર્જેઈ બિન-૭૮૮૦ કરોડ ડોલર
(10:33 am IST)