Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

કેરી બેગ માટે વધારાના પૈસા લેવાની માહિતિ ન આપવી એ ખોટુઃ ગ્રાહક પંચ

ગ્રાહક ફોરમે કેરી બેગના પૈસા પરત અપાવ્યાઃ લેનાર દંડ પણ ફટકાર્યો

નવી દિલ્હી, તા.૨૬: જાણકારી આપ્યા વિના કોઈ પણ દુકાન કે રિટેલ આઉટલેટના પેમેન્ટ કાઉન્ટર પર ગ્રાહકોની પાસેથી કેરી બેગના નામે વધારે રૂપિયા લેવા એ ગ્રાહક આયોગના ચુકાદા અનુસાર ખોટું છે.

 આયોગે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે ગ્રાહકોએ ખરીદી પહેલાં આ જાણી લેવું કે તેમની પાસેથી કેરી બેગના નામે વધારે રકમ લેવાશે. ગ્રાહકોને ગુપ્ત નિર્દેશ અને કઙ્ખરી બેગની કિંમતને વિશે ખરીદી કરતા પહેલાં જાણકારી મેળવવાનો અધિકાર છે. આયોગે એ વાતને જાણીતા રિટેલ આઉટલેટ બિગ બજાર દ્વારા કરાયેલી એક અરજીને નકારતા કહી હતી.

બિગ બજાર દ્વારા પેમેન્ટ કાઉન્ટર પર કેરી બેગ માટે ગ્રાહકો પાસેથી ૧૮ રૂપિયા લેવામાં આવે છે. એક વ્યકિતએ ગ્રાહક અદાલતમાં અરજી કરી. તેમનું કહેવું હતું કે કોઈ પૂર્વ નોટિસ કે જાણકારી વિના ગ્રાહકો પાસેથી વધારે રકમ લેવી એ ખોટું છે. પહેલાં જિલ્લા ગ્રાહક અદાલત અને પછી રાજય ગ્રાહક અદાલતે પણ બિગ બજાર દ્વારા કેરી બેગના રૂપિયા લેવાને લઈને અનફેર ટ્રેડ પ્રેકિટસ જાહેર કર્યું હતું. ગ્રાહક ફોરમે બિગ બજારને ફકત અરજદારને કેરી બેગના રૂપિયા પરત કરવા કહ્યું અને સાથે તેને દંડ પણ કર્યો છે. રાજય ગ્રાહક આયોગના આદેશથી બિગ બજારને રાષ્ટ્રીય ગ્રાહક આયોગે નોટિસ આપી હતી.

 આયોગે જાણ્યું કે પહેલાં પણ બિગ બજાર મફતમાં ગ્રાહકોને પોલિથિન કેરી બેગ આપતું હતું. હવે તે કપડાંની બેગ આપવા લાગ્યું છે. આ માટે આઉટલેટમાં કોઈ નોટિસ નથી. ગ્રાહકોને પણ તેની કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવતી નથી. પણ જયારે તે પેમેન્ટ કરે છે ત્યારે કેરી બેગની વધારાની રકમ લીધાની જાણકારી તેને મળે છે. આયોગે કહ્યું કે આવું કરવું ગ્રાહકો પર જબરદસ્તી રૂપિયા લેવા બરોબર છે. તેને મનમાની ગણાવામાં આવી છે.

(10:34 am IST)