Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રાજકોટ શહેર- જીલ્લામાં આજે ૫ મોતઃ ૧૯ કેસ

કુલ કેસનો આંક ૧૩,૩૦૩ આજ દિન સુધીમાં ૧૨,૫૧૦ દર્દીઓએ કોરોનાને હરાવ્યો : રિકવરી રેટ ૯૪.૧૭ ટકા થયોઃ શહેરમાં હાલ ૫૩ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરતઃ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૧૫૮ બેડ ખાલી

રાજકોટ, તા.૨૬:  વૈશ્વિક મહામારી કોરોનાથી રાજકોટ શહેર અને જીલ્લામાં આજે ૫ મોત થયા છે. જયારે બપોર સુધીમાં ૧૯ પોઝીટીવ કેસ નોંધાયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ  શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી એક પણ મૃત્યુ જાહેર કર્યુ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર દરમ્યાન ગઇકાલે તા.૨૫નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૬ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૫ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૫૮ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

  • બપોર સુધીમાં ૧૯ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૧૯ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૩,૩૦૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૨,૫૧૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૧૩૩ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૨૯૪૯ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૬૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૧૦  ટકા થયો  હતો. જયારે ૧૩૩  દર્દીઓને સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૨૨,૬૧૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૩,૩૦૩  સંક્રમીત થતા પોઝિટિવ રેટ૨.૫૪ ટકા થયો છે.

  • નવા ૫ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે બ્રહ્મકુંજ સોસાયટી-૧૫૦ ફુટ રીંગ રોડ, નંદ કિશોર સોસાયટી-મહાદેવ વાડી, સરદાર પટેલ કોલોની-કુવાડવા રોડ, રોયલ પાર્ક-કાલાવડ રોડ, રવી રત્ન પાર્ક, એ.પી.પાર્ક-૧ કુવાડવા રોડ સહિતના નવા ૫ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૫૩ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

(3:27 pm IST)