Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

દલિતોની સ્થિતિ અંગે કોર્ટે વ્યકત કરી ચિંતા

દાયકાઓથી નીચલી જાતિઓનું અપમાન એ શરમજનક : મદ્રાસ હાઇકોર્ટ

ચેન્નાઇ તા. ૨૬ : અમે સદીઓ સુધી નીચલી જાતિઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો. આજે પણ તેમની સાથે યોગ્ય રીતે વર્તાવ કરવામાં આવી રહ્યો નથી. તેની પાસે માળખાગત સુવિધા પણ ઉપલબ્ધ નથી. તેથી આપણું માથું શરમથી જુકી જવું જોઈએ. આ નિવેદન મદ્રાસ હાઇકોર્ટે આપ્યું મીડિયા અહેવાલ મુજબ, હાઇકોર્ટની એક બેન્ચે એક અખબારમાં છાપેલી એક ખબર પર ખુદ જ સંજ્ઞાન લઈને આ નિવેદન આપ્યું.

અહેવાલમાં જણાવામાં આવ્યું હતું કે એક દલિત પરીવારને તેના પરિજનનો અંતિમ સંસ્કાર કરવા માટે ખેતરમાંથી પાસ થઈને કબ્રસ્તાન જવું પડ્યું. કારણકે ત્યાં સુધી પહોંચવા માટે રસ્તો નહોતો. તેનાથી પાકને પણ નુકસાન થયું છે. કોર્ટે કહ્યું કે સમાજના અન્ય લોકોને જેમ અનુસૂચિત જાતિના લોકોને પણ કબ્રસ્તાન કે વિશ્રામ ઘર પહોંચવા માટે એક સારા માર્ગની સુવિધા મળવી જોઈએ. પરંતુ આ અહેવાલથી માલુમ પડે છે કે તેની પાસે આ સુવિધા હજુ પણ અનેક જગ્યાએ નથી.તેથી કોર્ટે આ અહેવાલને જનહિત અરજી માનીને સુનાવણી કરી.

આ અંગે કોર્ટે રાજયના મુખ્ય સચિવની સાથે આદિવાસી કલ્યાણ, રાજસ્વ, નગરીય નિગમ અને જળ આપૂર્તિ વિભાગોના પ્રમુખ સચિવોને પક્ષ બનાવીને તેનો જવાબ માંગ્યો છે. અધિકરીઓને અનુસૂચિત જાતિની વસ્તીઓમાં હાજર સુવિધાઓ અંગે સવાલ પણ પૂછવામાં આવ્યા.

(11:29 am IST)