Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

યુપીમાં આવતા ર૪ કલાક ભારે શીતલહેરનું હવામાન ખાતાનું એલર્ટ

સવારે-રાત્રે ગાઢ ધુમ્મસ છવાયાની શકયતાઃ પશ્ચિમી વિસ્તારમાં વરસાદની સંભાવના

લખનૌ : ઉત્તર પ્રદેશના હવામાનમાં સતત બદલાવ થઇ રહ્યો છે. હવામાન ખાતાના એર્લટમાં જણાવાયું છે કે આવતા ર૪ કલાકમાં યુપીના મોટાભાગના વિસ્તારમાં શીત લહેરનો પ્રકોપ ચાલુ રહેશે.સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ છવાવાની શકયતા છે. કેટલાક જીલ્લાઓમાં ખાસ કરીને પશ્ચિમી યુપીમાં વરસાદની સંભાવના છે. છેલ્લા ર૪ કલાકમાં બરેલી, મેઠર, વારાણસી, ગોરખપુર, પ્રયાગરાજ, કાનપુરમાં રાત્રીનું તાપમાન સામાન્યથી ઓછુ રહેલ. લખનૌ અને આસપાસના વિસ્તારોમાં તડકો રહેલ. ગોરખપુર, મેરઠ અને મુરાદાબાદમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયેલ. હવામાન ખાતા મુજબ ર૪ કલાકમાં સહારનપુર, મુઝઝફરનગર, બરેલી, લખીમીપુર ખીરી, બાંદા, ચિત્રકુટ, સોનભદ્ર અને આસપાસના વિસ્તારમાં શીતલહેરનો પ્રકોપ રહેશે.
 

(11:30 am IST)