Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સ્ટેટ બેન્કના નિવૃત મેનેજર જયકિશોર પ્રધાનની કમાલ : 64 વર્ષની ઉંમરે NEET પરીક્ષા પાસ કરી : MBBS માં એડમિશન મેળવ્યું : ડોક્ટર થયા પછી ગરીબ દર્દીઓની વિનામૂલ્યે સેવા કરવાની ભાવના

ઓડિસા : બરગઢ જિલ્લાના અટ્ટાબિરા નિવાસી જયકિશોર પ્રધાન એસબીઆઇના નિવૃત ડેપ્યુટી મેનેજર છે.જેઓ 12 માં ધોરણની પરીક્ષા સાયન્સ સાથે પાસ કરી ડોક્ટર બનવા માંગતા હતા.પરંતુ એડમિશન નહીં મળવાથી તેમણે બી.એસ.સી.ની પરીક્ષા ફિઝિક્સ વિષય સાથે પાસ કરી બેંકમાં નોકરી મેળવી હતી.તથા 2016 ની સાલમાં ડેપ્યુટી મેનેજરના હોદા ઉપરથી નિવૃત થયા હતા.

2018 ની સાલમાં સુપ્રીમ કોર્ટએ ચુકાદામાં MBBS માં એડમિશન માટેની 25 વર્ષની વયમર્યાદા દૂર કરી દેતા તેઓ માટે માર્ગ મોકળો થયો હતો.તેઓ દિવ્યાંગ હોવા છતાં પોતાની ધગશથી  NEET પરીક્ષા પાસ કરી લીધી હતી.અને હવે વીર સુરેન્દ્ર સાંઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ  સેન્ટર વિમસારમાં  MBBS માં એડમિશન પણ મેળવી લીધું છે. તેઓ ગરીબ દર્દીઓની વિનામૂલ્યે સેવા કરવાની ભાવના ધરાવે છે. એટલું જ નહીં સૌથી મોટી ઉંમરના MBBS ના સ્ટુડન્ટ તરીકેના વિક્રમનું પણ સર્જન કર્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:56 am IST)