Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ઇંગ્લેન્ડથી તેલંગણા આવેલા કુલ ૧૬ લોકોને કોરોના વળગ્યો

સંપર્કમાં આવનારા તમામને ક્વોરેન્ટાઇન કરાયા : નવા સ્ટ્રેન અંગે તપાસ ચાલુ

બ્રિટનથી તાજેતરમાં તેલંગણા ખાતે પાછા આવેલા નવ વધુ લોકોને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થયું છે. આ સાથે અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડથી તેલંગણા આવેલા કુલ ૧૬ વિમાની મુસાફરોને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.

 રાજ્ય સરકાર સાવચેતીના પુરા પગલાં લઈ રહી હોવા છતાં રાજ્યમાં આ અહેવાલો સાથે મોટો ખળભળાટ મચી ગયો છે .આ લોકો 9 ડિસેમ્બર પછી અહીં આવ્યા છે. તેમના નમૂનાઓ સેરો્યુલર અને માઇક્રોબાયોલોજી (સીસીએમબી) ને જીનોમ સિક્વિન્સીંગ માટે મોકલવામાં આવ્યા છે જેથી જાણી શકાય કે આ લોકોને કોરોનાના સ્ટ્રેનનો ચેપ લાગ્યો છે કે નહીં, તેના વિશે બે દિવસમાં માહિતી મળશે.

 તેલંગાણાના જાહેર આરોગ્ય નિયામક  જી શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે નવી કોરોના સ્ટ્રેન મળી આવ્યા બાદ અત્યાર સુધીમાં 1200 લોકો યુકેથી પાછા ફર્યા છે.  તેમાંથી 926 લોકોનાં પરીક્ષણ કરવામાં આવ્યાં છે અને 16 લોકો કોરોના ચેપગ્રસ્ત જણાયા  છે.  આ લોકો જેના સંપર્કમાં આવ્યા હતા તેમને પણ કોરનટેઇન કરવામાં આવ્યા છે.  ગયા અઠવાડિયે, બ્રિટનમાં કોરોના વાયરસનું નવું ઘાતક સ્ટ્રેન મળી આવ્યું હતું.  નિષ્ણાતોના મતે આ સ્ટ્રેન વધુ ચેપી છે.

(11:57 am IST)