Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સ્મૃતિ પર નોંધાવ્યો કેસ

શૂટર વર્તિકાસિંહે સ્મૃતિ ઇરાની પર મૂકયો છેતરપિંડીનો આરોપ

નવી દિલ્હી, તા.૨૬: આંતરરાષ્ટ્રીય શૂટર વર્તિકાસિંહે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને અન્ય બે પર છેતરપિંડીનો આરોપ લગાવીને અદાલતનો દરવાજો ખખડાવ્યો છે. વર્તિકાએ કેન્દ્રીય પ્રધાન, તેમના અંગત સચિવ વિજય ગુપ્તા અને ડોકટર રજનીશ સ્િંહ પર કેન્દ્રીય મહિલા આયોગના સભ્ય બનાવવાના નામે ૨૫ લાખ રૂપિયાની માગણી કરવાનો આરોપ લગાવ્યો છે.

આ કેસની સુનાવણી માટે એમ પી-એમએલએ કોર્ટે ૨ જાન્યુઆરીની તારીખ નકકી કરી છે. પહેલી સુનાવણી પછી નક્કી કરવામાં આવશે કે આ કેસ તેના અધિકાર ક્ષેત્રમાં આવે છે કે નહીં શૂટરનો આક્ષેપ છે કે પ્રધાનના અંગત માણસોએ તેને એક બોગસ પત્ર મોકલ્યો, જેમાં તેને કેન્દ્રીય મહિલા આયોગની સભ્ય નિયુકત કરવામાં આવી હતી. તેણે આરોપ મૂકયો છે કે કેન્દ્રીય પ્રધાનના બે સહયોગી વિજય ગુપ્તા અને રજનીશસિંહે પહેલા તો તેની પાસે ૧ કરોડની માગણી કરી હતી અને પછી રકમ ઘટાડીને ૨૫ લાખ કરી હતી.

શૂટરે એવો પણ આરોપ મૂકયો છે કે આ બેમાંથી એકે તેની સાથે અશ્લીલ રીતે વાત કરી હતી. જો કે ૨ નવેમ્બરે, ગુપ્તાએ શૂટર અને અન્ય એક વ્યકિત સામે અમેઠી જીલ્લાના મુસાફરખાના પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમના વિરૂધ્ધ નિરાધાર આરોપ મુકવા અને તેમની તસ્વીર ખરાબ કરવાની કોશીષ કરવાનો આરોપ મુકાયો હતો.

ફરિયાદના આધારે પોલિસે વર્તિકા વિરૂધ્ધ અફઆઇઆર નોંધી હતી. વર્તિકા સિંહનું કહેવું છે કે મેં તેમને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાની ધમકી આપી એટલે આ ફરિયાદ કરવામાં આવી છે.

(12:38 pm IST)