Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

કોરોનાના નવા સ્ટ્રેનથી ડરવાની જરૂર નથી

એમ્સના ડાયરેકટરે આપ્યા રાહતના સમાચાર દર મહિને બે વાર મ્યુરેટ થાય છે વાપસ

પુણેઃ દિલ્હી એમ્સના ડાયરેકટર ડો.રણદીપ ગુલેરીયાનું કહેવું છે કે કોરોનાના નવા સ્ટ્રેન અંગે કારણ વગરની ચિંતા કરવી જોઇએ નહી. તેઓએ કહયું કે કોરોના અનેક મ્યુરેટ થઇ ચુકયો છે. દર મહિને અંદાજે બે વાર ટીઓઆઇમાં વાતચીતમાં ગુલેરીયાએ કહયું કે મ્યુરેશસના કારણે લક્ષણો અને સારવારની રણનીતીમાં કોઇ ફેરફાર થયો નથી. વર્તમાન ડેટા મુજબ, ટ્રાયલ ફેઝની વેકસીન નવા સ્ટ્રેન પર પણ અસરદાર થવી જોઇએ.

ગુલેરીયાએ કહયું કે ભારત માટે કોરોનાની લડાઇમાં આવતા છ-આઠ સપ્તાહ અત્યંત મહત્વના છે કારણ કે કેસ અને મોત બંન્ને ઘટી રહયા છે. તેઓએ કહયું કે યુકે વાળા સ્ટ્રેન અંગે આટલા પ્રમાણમાં એલર્ટ એટલે થયા કારણ કે મ્યુરેટેડ વાયરસ વધુ સંક્રમણ ફેલાવે તેવો હતો. તેઓએ કહયું કે તેના કારણે હોસ્પીટલમાં વધુ સમય રહેવું પડી શકે નહી અને તેના લીધે વધુ મોત પણ થાય છે. છેલ્લા ૧૦ મહિના દરમ્યાન અનેક મ્યુરેશન્સ થયા છે અને તે સામાન્ય વાત છે.

એમ્સના ડાયરેકટરે આ સંભાવનાને નકારી કાઢી કે મ્યુટેશન્સની અસર વેકસીન પર થશે. તેઓએ કહયું જો જરૂરત રહેશે તો મેન્યુફેકચર્સ વેકસીનમાં બદલાવ કરીને તેની વાયરસમાં આવેલા મોટો પરીવર્તન વિરુધ્ધ પ્રભાવી બનાવી શકે છે. હજુ વાયરસમાં કોઇ ફેરફાર થયો નથી. તો મને લાગતુ નથી કે વેકસીનમાં કોઇ ફેરફાર કરવાની જરૂરીયાત છે.

(12:38 pm IST)