Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

પોતાની જ પત્નીના નગ્ન ફોટા વ્હોટ્સ એપ ઉપર મુક્યા : પત્નીએ એફઆઇઆર નોંધાવતા અલ્હાબાદ હાઈકૉર્ટનું શરણું લીધું : પત્ની મારાથી 6 વર્ષ મોટી છે : મારા આ બીજીવારના લગ્ન છે : એફઆઈઆર રદ કરવાનો હાઇકોર્ટનો ઇન્કાર

અલ્હાબાદ : પોતાની પત્નીના જ નગ્ન ફોટા વ્હોટ્સ ઉપર મુકવાની ગુસ્તાખી કરનાર અલાહાબાદ સ્થિત  એક પતિદેવની હાલત કફોડી થઇ ગઈ છે.

જે મુજબ પત્નીએ આ કૃત્ય બદલ પતિ સામે એફઆઈઆર નોંધાવી દેતા પતિ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો.તેથી ધરપકડ થવાના ભયથી તેણે હાઈકૉર્ટનું શરણું લીધું હતું.

હાઇકોર્ટમાં તેણે પોતાની સામેની એફઆઈઆર રદ ગણવા અને ધરપકડ ટાળવા માટે દાદ માંગી હતી.અને જણાવ્યું હતું કે તેની પત્ની તેના કરતા 6 વર્ષ મોટી છે.અને તેના આ બીજી વારના લગ્ન છે.અને નાણાં પડાવવાના હેતુથી બનાવટી  ફરિયાદ કરાઈ હોવાની દલીલ કરી હતી.

નામદાર કોર્ટએ તેની વિરુદ્ધની એફઆઈઆર રદ કરવાનો ઇન્કાર કર્યો હતો.પત્ની બીજીવારની હોય કે ઉંમરમાં મોટી હોય તેથી એફઆઈઆર રદ કરી શકાય નહીં.કે ધરપકડ ઉપર રોક લગાવી શકાય નહીં.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:49 pm IST)