Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

હોટલ-ટુરીઝમ ઇન્ડસ્ટ્રી ઉપર કોરોનાનું ગ્રહણ : ૮૫ ટકા બુકીંગ ઘટ્યા

મોટાભાગના રાજ્યોમાં નાઇટ કર્ફયુ : લોકો સ્થાનીક સ્થળોને મહત્વ આપી રહ્યા છે : નવા વર્ષની ઉજવણી ફિક્કી : દેશી -વિદેશી સહેલાણીઓની સંખ્યા ઓછી : ઇવેન્ટ કંપનીઓની પણ પીછેહઠ

નવી દિલ્હી : કોરોના પ્રતિબંધોના કારણે નવા વર્ષનો જશ્ન પુરી રીતે ફીક્કો છે. એક તરફ જ્યાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહીત દેશના મોટા ભાગના રાજ્યોમાં નાઇટ કર્ફયુ અને સખ્તાઇ છે તો બીજી તરફ દેશી -વિદેશી સહેલાણીઓની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે.

લોકલ ડેસ્ટીનેશનને લોકો વધુ પસંદ કરી રહ્યા છે. ડિસ્કાઉન્ટ સાથે ઘણી ઓફરો આપ્યા બાદ પણ હોટલોના બુકીંગ ૫૦ ટકાથી ઓછુ છે. ખોટ અને પ્રતિબધોને કારણે ઇવેન્ટ કંપનીઓએ પણ પોતાના હાથ પાછા ખેંચ્યા છે. એક અનુમાન મુજબ હોટલોમાં ૮૫ ટકા બુકીંગ ઠપ્પ છે. સપ્ટેમ્બરમાં હોટલ ઇન્ડસ્ટ્રીની રેવન્યુ ૫૩ ટકા સુધી ઘટેલ.

ટુરીસ્ટ પ્લેસવાળા મોટાભાગના શહેરોમાં નાઇડ કર્ફયુ અને કડક પ્રતિબંધો લાગુ છે. અહીં હોટલ બુકીંગ અને પર્યટનથી જોડાયેલ ગતિવિધીઓનો કારોબાર મુશ્કેલથી ૨૦ થી ૨૫ ટકા છે. જો કે કર્ણાટક, પંજાબે રાહત આપી છે. કર્ણાટકમાં મંત્રી કર્ફયુનો આદેશ રાજ્ય સરકારે પરત લીધો છે. મહારાષ્ટ્રમાં રાત્રે ૧૧ વાગ્યા સુધીની છુટ છે.રાજસ્થાનના જયપુર બીકાનેર, જેસલમેર,જોધપુર, માઉન્ટ આબુ, ઉદયપુર સવાઇ માધોપુરમાં દેશ-દુનિયાના પ્રવાસીઓ ન્યુયર મનાવવા આવતા હતા. પણ આ વર્ષે રોનક નથી. અહીં ૧૨ હજારથી વધુ નાની મોટી હોટલ છે. ક્રિસમસથી ન્યુયર સુધીમાં ૫ હજાર કરોડથી વધુનો વેપાર થાય છે. ૫૦ હજારથી વધુ લોકો દર વર્ષે અન્ય રાજ્યોમાંથી આવે છે.

મધ્યપ્રદેશમાં ૮૦ ટકા સુધી વેપારમાં કમી આવી છે. ૫ હજાર કરોડનો વેપાર ૫ દિવસમાં થાય છે. ૬૦ ટકા હોટલ બુકીંગ ઓછા ૧૫થી ૨૦ ટકા લોકો જ બહાર ન્યુ યર મનાવવા જશે. આ વખતે લોકો ઘરમાં જ નવું વર્ષ ઉજવશે.છતીસગઢના લોકો મોટાભાગે હિમાચલ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર જાય છે. ત્યાંના બદલે રાજ્યના ટુરીસ્ટ સ્પોટ અને નેશનલ પાર્કમાં જઇ રહ્યા છે. અહીં ૭૦ થી ૮૦ કરોડનો હોટલ- ટુરીઝમ વ્યવસાય છે. ૧૫ ટકા જ વેપારની આશા છે. ૨.૫ થી  ૩ લાખ લોકો ન્યુયર મનાવવા જતા પણ આ વર્ષ ૨૦ થી ૨૫ હજારની જ આશા છે.

હોટલ રેસ્ટોરન્ટ માર્કેટનો હાલ

1. ૪.૨૫ લાખ કરોડ રૂપિયાનું રેસ્ટોરન્ટ માર્કેટ ભારતમાં

2. ૧.૬૧ લાખ કરોડ રૂપિયાનું હોટલ માર્કેટ દેશમાં

3. ૩૩ ટકાથી વધુ રેસ્ટોરન્ટ અને બાર સ્થાયી રૂપે બંધ થયા

4. ૬૦ ટકા રેસ્ટોસ્ટન્ટ માર્કેટ અસંગઠીત

અહીંની હોટલોમાં બુકીંગ વધ્યું

* જયપુર, ઉદેપુર, ગોવા, સીમલા, આગરા, વૃંદાવન, વારાણસી, કોચી,પાડુંચેરી, પુરી, તિરૂપતિ, શિરડીમાં ૭૦ થી ૭૫ ટકા બુકીંગ છે. ડીસેમ્બરમાં ૨૦ થી ૨૫ વધારો થયો છે. ૫૦ ટકા ડીસ્કાઉન્ટની સાથે બીજી ઓફર અપાઇ રહી છે

(2:35 pm IST)