Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

યુપીઆઈ પેમેન્ટ મોંઘુ થશે, કોન્ટેકટલેસ કાર્ડ ટ્રાન્જેકશનથી પેમેન્ટનો સમય વધારાશે

૧૫ જાન્યુઆરીથી લેન્ડલાઈનમાંથી મોબાઈલ લગાડવો હોય તો આગળ ઝીરો ડાયલ કરવો પડશેઃ એસટીની રસીદ બદલાશેઃ સરલ જીવન વીમા પોલીસી લોન્ચ થશે

નવી દિલ્હીઃ નવું વર્ષ આવી રહ્યું છે અને તેની સાથે અમુક એવી વસ્તુઓ પણ બદલાઈ રહી છે જે આપણી રોજીંદા જીવનમાં પણ પ્રભાવિત કરશે. રૂપિયાની લેવડ- દેવડ, વીમા, કારની ખરીદી અને ધંધામાં પણ અસર પડશે. કરોડો લોકો પ્રભાવીત થશે. જો કે અમુક નિયમો એવા પણ છે જે નવા વર્ષથી અમલમાં આવશે. પરંતુ ૧ જાન્યુઆરીથી લાગુ નહી થાય.

* કોન્ટેકલેસ કાર્ડ ટ્રાન્જેકશનઃ- કોન્ટેકલેસ કાર્ડ ટ્રાન્જેકશનની સીમાને આરબીઆઈ દ્વારા ૧ જાન્યુઆરીથી વધારવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહકો હવે બે હજારના બદલે પાંચ હજાર રૂપિયા સુધીનું ટ્રાન્ઝેકશન એક વખત કરી શકશે.

* ફાસ્ટેગ ફરજીયાતઃ- દેશમાં ૧ જાન્યુઆરી ૨૦૨૧થી તમામ વ્હીકલ્સ માટે ફાસ્ટેગનો નિયમ લાગુ પડશે.

* કાર- ટુ વ્હીલર મોંઘા થશેઃ- દેશમાં કારની કિંમતોમાં ૫ ટકાનો વધારો થઈ શકે છે. કેટલીક કાર કંપનીઓએ ભાવવધારાની જાહેરાત કરી દીધી છે. હીરો મોટોકોર્પ પણ બાઈક- સ્કૂટરમાં ૧ જાન્યુઆરીથી ભાવ વધારાની ઘોષણા કરી ચુકયું છે.

* લેન્ડ લાઈનથી મોબાઈલ કોલીંગઃ- આગામી ૧૫ જાન્યુઆરીથી દેશમાં લેન્ડલાઈનથી મોબાઈલ ફોન કરવાની રીતમાં બદલાવ આવશે. લેન્ડલાઈનથી મોબાઈલ લગાડવા માટે સૌ પહેલા ઝીરો લગાડવું પડશે.

* જીએસટીની ઈ- રસીદ બદલાશેઃ- જીએસટી કાનૂન અંતર્ગત ૧ જાન્યુઆરીથી બીટુબી ટ્રાન્જેકશન માટે ૧૦૦ કરોડથી વધુ ટર્નઓવર ઉપર ઈ- ઈનવોઈસ જરૂરી. ૧ એપ્રિલ ૨૦૨૧થી તમામ કરદાતાઓ માટે બીટુબી ટ્રાન્જેકશન ઉપર ઈ- ઈનવોઈસ જરૂરી રહેશે.

* જો ચેકથી ૫૦ હજાર ઉપર પેમેન્ટ હોય તોઃ- આરબીઆઈ દ્વારા ચેકથી પેમેન્ટ ઉપર પોઝિટીવ પે સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ચેકમાં ૫૦ હજારથી વધુ પેમેન્ટ ઉપર જરૂરી. ડીટેલ્સ કન્ફર્મ કરવી પડશે. આ નિયમ ૧ જાન્યુઆરીથી લાગુ પડશે. જો કે તે ખાતેદાર ઉપર નિર્ભર છે કે તે આ સુવિધાનો લાભ લ્યે છે કે નહીં.

* સરલ જીવન વીમા થશે લોન્ચઃ- ઈરડા દ્વારા તમામ વીમા કંપનીઓને ૧ જાન્યુઆરીથી 'સરલ જીવન વીમા' લોન્ચ કરવાનું કહ્યું છે. જે સ્ટાન્ડર્ડ ટર્મ કંડીશન રહેશે. ગ્રાહકોને કંપનીઓ તરફથી અને અગાઉથી આપવામાં આવેલી જાણકારીના આધારે નિર્ણય માટે મદદ મળશે.

* મ્યુચ્યુઅલ ફંડના નિયમ બદલાયાઃ- સેબી દ્વારા મલ્ટીકેપ મ્યુચ્યુઅલ ફંડના નિયમો બદલ્યા છે. હવે ફંડમાં ૭૫ ટકા રોકાણ કરવું ફરજીયાત રહેશે. જો કે હજુ ન્યુનતમ ૬૫ ટકા છે. મલ્ટી કેપ ફંડમાં સ્ટ્રાકચરમાં ફેરફાર આવશે.

* યુપીઆઈ ટ્રાન્જેકશન મોંઘુઃ- એનપીસીઆઈ દ્વારા યુપીઆઈમાં પ્રોસેસ્ડ ટ્રાન્જેકશનના કુલ વોલ્યુમ ઉપર ૩૦ ટકા સીમા લગાડી છે. જે તમામ થર્ડપાર્ટી એપ પ્રોવાઈડર્સ માટે લાગુ રહેશે. જેના લીધે થર્ડ પાર્ટીને રૂપિયા મોકલવા મોંઘુ પડશે.

* અમુક ફોનમાં વોટસએપ નહી ચાલેઃ- આગામી વર્ષની શરૂઆતથી અમુક એન્ડ્રોડ અને આઈઓએસ સ્માર્ટફોનમાં વોટ્સએપ નહી ચાલે અમુક ડીવાઈસમાં કામ નહી કરે. જેમાં ઓછામાં ઓછુ એન્ડ્રોઈડ ૪.૦.૩ ઓપરેટીંગ સિસ્ટમ્સ અને આઈઓએસ ૯ નથી.

* નાના વેપારને રાહત મળશેઃ- એક વર્ષમાં પાંચ કરોડ રૂપિયા સુધીનો વેપાર કરનારા વેપારીઓને જાન્યુઆરીથી ૪ ટકા  રીટર્ન (જીએસટીઆરપી) ભરવું પડશે.

(2:36 pm IST)