Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ખેડૂતોના આંદોલનથી રેલ્વેને ૨૪૦૦ કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ. ભારતીય રેલ્વેને કૃષિ કાનૂનો વિરૂદ્ધ ચાલી રહેલ ખેડૂતોના આંદોલનથી ૨૪૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર આશુતોષ ગંગલે શુક્રવારે જણાવ્યુ કે બ્યાસ અને અમૃતસર વચ્ચે રેલ્વેનો એક આખો હિસ્સો કેટલાય દિવસોથી બંધ છે. તેના લીધે ગાડીઓને તરણતારણ થઈને પસાર કરવામાં આવી રહી છે. આ રૂટ લાંબો છે અને તેની ક્ષમતા પણ ઓછી છે તેથી ઓછી ટ્રેનો આ રસ્તેથી પસાર થઈ શકે છે.

ગંગલ અનુસાર આ બધાના કારણે રેલ્વેને લગભગ ૨૪ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. ગંગલે જણાવ્યુ કે આંદોલનના કારણે બે ટ્રેનો રદ કરાઈ છે અને ત્રણને અડધા રસ્તા સુધી જ ચલાવાઈ રહી છે જ્યારે સાત ટ્રેનનો માર્ગ બદલવામાં આવ્યો છે. આંદોલનના કારણે માલગાડીઓના પરિચાલનને પણ અસર થઈ છે.

તેમણે જણાવ્યુ કે ૨૪ સપ્ટેમ્બરથી ૨૪ નવેમ્બર સુધી પંજાબમાં ખેડૂતોના પ્રદર્શનને લીધે ટ્રેન સેવાઓ બંધ હતી.

(2:36 pm IST)