Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

નવા કોરોના વાયરસ પર રસીની થશે અસર?

નવા વાયરસના જીનેરીક મટીરીયલમાં ૧૪ સુધારાઓ થયા છે જયારે ૩ અદ્રશ્ય થયા છે

લંડન, તા.૨૬: ઇંગ્લેન્ડમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસ SARS-COV-2 ની એક બાબત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. VUI 202012/01 એક તરીકે ઓળખાતા આ નવા સ્વરૂપના કોરોના વાયરસ ઝડપથી ફેલાય છે. મૂળ કોરોના વાયરસના જીનેટીક મટીરીયલ કરતા આમાં ૧૪ સુધારાઓ થયા છે જયારે ૩ અદ્રશ્ય થયા છે. સુધારા થયેલામાં N50lY ઉપર ધ્યાન આપવા જેવું છે. આ નવા વાયરસની ટેસ્ટીંગ અને રસી પર કેવી અસર થશે તે બાબતે અભ્યાસ ચાલુ છે પણ આરોગ્ય સત્તાવાળાઓને આશા છે કે આ નવા સ્વરૂપ ઉપર પણ ટેસ્ટીંગ અને રસી કામ કરશે.

(3:23 pm IST)