Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

જમ્મુ-કાશ્મીરને મળી મફત સારવારની ભેટ

PM મોદીએ લોન્ચ કરી આયુષ્માન ભારત યોજના

શ્રીનગર, તા.૨૬: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જમ્મૂ કાશ્મીરના લોકોને મફત સારવારની ભેટ આપી છે. પીએમ મોદીએ જમ્મૂ કાશ્મીરમાં કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાને લોન્ચ કરી છે. આ અવસર પર જમ્મૂ કાશ્મીરના લેફ્ટિનેંટ ગર્વનર મનોજ સિંહાએ પીએમ મોદીનો આભાર વ્યકત કર્યો.

જમ્મૂ કાશ્મીરમાં આયુષ્માન ભારત યોજનાની લોન્ચિંગ પહેલાં જમ્મૂ કાશ્મીરના લેફ્ટિનેંટ ગર્વનર મનોજ સિંહાએ કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં ઘણી યોજનાઓ ચાલી રહી છે. અમે અહીં વિકાસ કરવા માટે પ્રતિબદ્ઘ છીએ. પીએમ મોદીએ જમ્મૂ કાશ્મીરમાં મોકલતાં પહેલાં મને આ જ કહ્યું હતું.

તમને જણાવી દઇએ કે આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ અસમના ગુવાહાટીથી વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી જોડાયા. તેમણે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહન આપવા માટે નવી હોસ્પિટલ બનશે. હવે જમ્મૂ કાશ્મીરના દરેક નાગરિકને ફ્રીમાં ૫ લાખ સુધીનો સ્વાસ્થ્ય વિમો મળશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે આગળ કહ્યું કે પીએમ મોદી હંમેશા કહે છે કે વિકાસની ગતિને તીવ્ર હોવી જોઇએ અને દરેક વ્યકિત સુધી વિકાસ પહોંચવો જોઇએ. ૫ ઓગસ્ટ પછી જમ્મૂ કાશ્મીરમાં ઝડપથી વિકાસ થયો છે.

(3:23 pm IST)