Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

હમ કીસીસે કમ નહીં: કોરોના કાળમાં મહિલાઓની અનેક શકિત ઉજાગર થઈ

ઘરથી લઈને સેના, અર્થવ્યવસ્થા, વિજ્ઞાન, મેડીકલ ક્ષેત્રમાં ઉંચી ઉડાન : જવાબદારી વધવાની સાથે નવી તકો મળીઃ ૨૦૩૦માં બનશે જોબ ક્રિએટર

સદીના નવા દશકામાં મહિલાઓ બદલાવની નવી ઈબારત લખશે. જેમા પરિવર્તન લાવવાની તાકાત છે. છેલ્લા દશકોમાં એ સાબીત થયુ છે કે તેમના વિના દેશ ૧૦૦ ટકા આગળ ન વધી શકે. કોરોનાકાળમાં તેમણે જે સાહસ, રચનાત્મકતા, ઉદ્યમિતાનો પરિચય આપ્યો છે તેથી લાગે છે કે ૨૦૨૧માં તેમનું પ્રદર્શન વધુ મજબુત અને આત્મવિશ્વાસથી ભરેલુ હશે.

આમની ઉપર રહેશે  ૨૦૨૧માં નજર

  • સારા અલ અમીરી

તેઓ યુએઈની હોપ માર્સ પ્રોબનો ચહેરો છે. જુલાઈમાં તેમણે આ મિશન લોન્ચ કરેલ. ફેબ્રુઆરી ૨૦૨૧માં આ પ્રોબ મંગળ ગ્રહ પહોેંચશે. તેથી વિશ્વની નજર તેમના ઉપર રહેશે.

  • એન્જલા મોર્કલ

જર્મનીના ચાન્સલર એન્જલાનો કાર્યકાળ ૨૦૨૧માં પુરો થશે. સપ્ટેમ્બરમાં જર્મનીમાં ચૂંટણી થશે. હવે કોણ જર્મનીનું ચાન્સેલર હશે ? તેઓ ૨૦૦૫થી આ પદ ઉપર છે. નવા ચાન્સેલર ઉપર નજર રહેશે.

  • નિર્મલા સીતારામન

ભારતના નાણામંત્રી સિતારમણે દાવો કર્યો છે કે આ વખતે તેઓ એવુ બજેટ તૈયાર કરી રહ્યા છે કે કદી ન આપ્યુ હોય. તેઓ કેવી રાહતો અને યોજનાઓ લઈને આવે છે તેના ઉપર નજર રહેશે.

  • મહિલા સૈનિકની પહેલી બેચ

માર્ચ-ર૦ર૧ સુધી સેનામાં મહિલાઓની પહેલી બેચ શરૂ થવાની સંભાવના  છે. તેમાં સેનાના કોટર્સ ઓફ મિલટ્રી પોલીસમાં કમીશન અપાશે. તેમના પ્રશિક્ષણની અવધી પુરૂષ સૈનિક સમાન જ છે. જે ૬૧ અઠવાડીયા છે.

  • લગ્નની ઉંમર ર૧ વર્ષ થઇ શકે

કેન્દ્ર સરકાર સ્ત્રીઓના લગ્નની ઉંમર ર૧ વર્ષ કરવાનો વિચાર કરી રહી છે. માતૃત્વ મૃત્યુ દરમાં ઘટાડો લાવવા સરકાર બાળ વિવાહ નિષેધ અધિનીયમ ર૦૦૬માં વિવાહ આયુ. સજા અને દંડ ઉપર કામ કરી રહી છે.

  • સંકટમોચક મહિલાઓ

મહિલાઓએ સાબિત કરેલ કે તેઓ સંકટ મોચક છે. કોરોના દરમિયાન સુંદર કામ માટે જર્મનીના ચાંસલર મીર્કલ અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસીંડાનું નામ સૌથી આગળ રહેલ. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે.કે. શૈલજાને ટોપ થીંકર ર૦ર૦માં પહેલા નંબરે રહેલ. કોરોના કાળમાં તેમના કામોનાં વખાણ થયેલ. મહિલાઓના

  • ર૦૩૦માં બનશે જોબ ક્રીએટર

ઉધમિતામાં મહિલાઓ ૧પ૦ થી ૧૭૦ મીલીયન નોકરીઓ ઉભી કરી શકે છે. જે ર૦૩૦ સુધી આખી કામકાજી ઉમરમાંૈ આબાદી માટે આવશ્યક નવી નોકરીઓના રપ ટકા થી વધુ છે. બૈન એન્ડ કંપની તથા ગુગલની રીપોર્ટમાં ખુલાસો કરાયો છે.

  • નવા દશકામાં ચંદ્ર ઉપર જશે

નવા દશકામા ચંદ્રની ધરતી ઉપર પહેલીવાર મહિલા પગ મુકશે. ર૦ર૪માં નાસા મહિલાને પણ ચંદ્ર ઉપર મોકલશે. મિશનનું નામ આર્ટેમિસ છે. જેના માટે ૧૮ અંતરીક્ષ યાત્રીઓના નામ જાહેર કરાયા છે. જેમાં અડધો અડધ મહિલાઓ છે.

  • શકિતના ભાલ ઉપર હશે સફળતાનું તિલક

કોરોનાની વેકસીન બનાવવામાં મહિલાઓ આગળ રહી છે. તેમણે આ ક્ષેત્રમાંૈ પોતાને સાબીત કરી બતાવી છે એમ.આર. એન. એ. થી વેકસીન બનાવવાની કામ હંગરીની કેટલીન કારિકો, મોર્ડનાની વેકસીનમાં લીઝાએ જૈકસન અને નોવાવૈકસમાં ગુજરાતના નીતા પટેલનું યોગદાન રહ્યું છે. કહેવાય રહ્યું છે કે ર૦ર૧ બાદ આ ક્ષેત્રમાં મહિલાઓનું વર્ચસ્વ વધી જશે.

  • મહીલાઓ ઉપર તેમની આશા ઉપર સર્વે

* કોરોના કાળમાં ૯૦.૧ ટકા મહિલાઓએ નવો હુન્નર શીખ્યો. જયારે ૯.૯ ટકાએ નહી.

*  વર્ક ફ્રોમ હોમ આગળ ચાલુ રાખવા ૭૩.૩ ટકા મહિલાઓ રાજી છે. જયારે ર૬.૭ ટકા નથી.

* મહિલાઓ ઉપર કમાવાનું દબાણ વધ્યાનું ૬૪ ટકા મહિલાઓએ જણાવેલ. જયારે ૩૬ ટકાએ ના પાડેલ.

* બાળકોના ઓનલાઇન શિક્ષણથી ૬પ.૧ ટકા મહિલાઓ સહમત નથી. જયારે ૩૪.૯ ટકાને વાંધો નથી. (૯.૧૯)

  • કમલા હૈરીસ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરીસે બીમારોની સેવા, ઘરેલુ હિંસાથી બહાર આવવા પેડ લીવની વાત કરેલ. તેઓ ૨૦૨૧માં આ દિશામાં શું પગલા લેશે ? તેની ઉપર નજર રહેશે.

  • એ ચહેરાઓ જે અચાનક ઉભર્યા બીલકીસબાનો

૮૨ વર્ષની ઉંમરમાં બિલકીસ બાનો શાહીન બાગની દાદીઓમાંથી હતો જે સીએએ અને એનઆરસીનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા હતા. ટાઈમ મેગેઝીને પણ નોંધ લીધેલ.

  • ફૈંગ ફૈંગ

ચીનની લેખીકા ફૈંગ ફૈંગ વુહાન ડાયરીથી ચર્ચામાં આવેલ. તેમણે ડાયરીમાં વુહાનથી ફેલાયેલ કોરોના વાયરસની દબાયેલ હકીકત આલેખેલ. ચીની સરકારે તેમને રાષ્ટ્રવિરોધી જાહેર કરેલ.

  • રોશની નાડર મલ્હોત્રા

એચસીએલના સંસ્થાપક શિવ નાડરની પુત્રી અને કંપનીના ચેરપર્સન રોશની નાડર ભારતની સૌથી ધનવાન મહિલા બની ગયા છે. તેમની કુલ સંપત્તિ ૫૪૮૫૦ કરોડ રૂપિયા છે.

  • લોરેન ગાર્ડનર

અમેરિકાની લોરેન ગાર્ડનરે એ ટીમની આગેવાની કરેલ જેમાં કોવીડ-૧૯ સંક્રમણના આંકડા ભેગા કરનાર કોવીડ ટ્રેકર બનાવેલ જેને સૌથી પ્રમાણિક સ્ત્રોત મનાયેલ.

  • બોન્ડ (વર્કફોર્સમાં હશે ૩૦ ટકા સુધી)

સરકાર તરફથી વધુ એક સંકેત અપાયા છે કે ર૦ર૧માં વર્ક ફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારાશે. જેમાં ઓછામાં ઓછા ૩૦ ટકા લાવવાની નીતી ઉપર કામ થઇ રહયું છે. જો આવું થાય તો રાષ્ટ્રીય આવકમાં ૨૭ ટકા વધારો થઇ શકે છે.

(3:26 pm IST)