Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

યુવતીને શોધી કાઢવા કોર્ટનો આદેશ : રજૂ કરતા પહેલા ૪ દિવસ નારી નિકેતનમાં રાખવાના હુકમો

મજૂર યુવાન મુસ્તફા દ્વારા બી.ટેક. ભણેલી યુવતીને ભગાડી જઈ શાદી કરવાના બનાવમાં : પિતાની રજૂઆત છતાં નિકાહનામું રજૂ કરાયાના બચાવો પોલીસે રજૂ કરતા હાઈકોર્ટે આકરો ઠપકો આપ્યો : નિકાહનામું સાચું છે કે કેમ તે ખરાઈ કેમ નથી કરી? યુવતીના પરિવારને પુરતી સલામતી આપવા આદેશ : દિલ્હી હાઈકોર્ટ આકરા પાણીએ : પિતાએ અદાલતને કહ્યું કે સુવ્યવસ્થિત આયોજન કરીને મારી પુત્રીને કોલકતા લઈ જવાયેલ : અદાલતે કહ્યું કે યુવતી કોઈપણ દબાણમાંથી બહાર આવે તે માટે કોર્ટ સમક્ષ રજૂ કરતા પહેલા ૪ દિવસ નારી નિકેતનમાં રાખવી

નવી દિલ્હીઃ એક હિંદુ યુવતિના પિતાએ એક મુસ્લિમ વ્યકિત પોતાની પુત્રીને 'ઓર્ગેનાઈઝડ મેનર' (સુવ્યવસ્થા તરીકાના આયોજન મુજબ) ભગાડી ગયો હોવાના કરેલ આરોપ પર એેફઆઇઆર ન નોંધવા માટે દિલ્હી હાઇકોર્ટે ૧૮ ડિસેમ્બર ૨૦૨૦ના કરેલ ઓર્ડરમાં દિલ્હી પોલીસને સખ્ત ઠપકો આપ્યો હતો. હાઇકોર્ટે રાજયને આ યુવતીને શોધીને કોર્ટ સમક્ષ હાજર કરવાનો હુકમ આપ્યો હતો.

જસ્ટીસ વિપિન સાંધી અને રજનીશ ભટ્ટનાગરની બેંંચે વધુમાં આ કેસની તપાસ ટ્રાન્સફર કરી એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનિટને સોંપવાનો પણ આદેશ આપ્યો હતો.

'લાઈવ લો'ના અહેવાલ મુજબ યુવતીના પિતાએ પોતાની પુત્રી ૭ નવેમ્બર ૨૦૨૦ના રોજ ગુમ થયા પછી કોર્ટમાં તેને હાજર કરવા માટે હેબીયસ કોર્પ્સ પીટીશન દાખલ કરી  હતી. અરજીમાં આરોપ મુકાયો હતો કે સૈયદ મુસ્તુફા નામનો માણસ તેની પુત્રીને ઘરેથી ભગાડી ગયો છે. યુવતીના પિતાનો આરોપ છે કે તેની પુત્રીને ભગાડી જવાના દિવસે જ ટ્રેન દ્વારા કલકતા લઇ જવામાં આવી છે.

પોતાની અરજીમાં પિતાએ સ્પષ્ટ લખ્યુ છે કે તેની પુત્રી બી. ટેકનું ભણતર ભણેલ છે જયારે તેને બગાડી જનાર મુસ્તફા મજૂર છે. પિતાએ કહ્યું હતું કે આ મુસ્તફાનો પિતા પણ  જે દિવસે મારી પુત્રી ગૂમ થઈ ત્યારથી ભાગી ગયેલો છે. જયારે બીજી બાજુ સરકારે કોર્ટ સમક્ષ પોતાના રીપોર્ટમાં એવું કહેલ કે આ યુવતી મુસ્તફા સાથે પરણી ગયેલ છે અને તેણે પોતાના પરીવારને જણાવ્યુ છે કે તે સલામત અને આનંદમાં છે અને તેને કોઈ ખલેલ ન પહોંચાડે તેમ ઈચ્છે છે.

પોલીસ સ્ટેશનના પીએસઓ નારાયણે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, આ યુવતી સૈયદ મુસ્તફા સાથે પરણી ગઈ છે તેવું નિકાહનામુ મારી સમક્ષ રજૂ કરવામાં આવતા તેણે યુવતીના પિતાની ફરીયાદ રજીસ્ટર્ડ કરી ન હતી. જો કે કોર્ટે તરત પૂછ્યુ હતું કે આ નિકાહનામુ સાચુ છે કે નહિં તેની ખરાઈ કરી હતી ત્યારે પોલીસે જણાવેલ કે મેં પ્રયાસો કરેલ પરંતુ નિકાહનામુ સાચુ છે કે કેમ તે ચકાસી શકેલ નહિં.

પીએસઓના કોઈપણ પગલા નહિં લેવા અંગે અદાલતે આઘાત વ્યકત કરતાં પીએસઓને ખખડાવી નાખેલ અને કહેલ કે યુવતીનું આવુ બેકગ્રાઉન્ડ હોવા છતાં પીએસઓએ એવું વિચાર્યુ નહિં કે એફઆઈઆર લેવી યોગ્ય છે અને અદાલત સમક્ષ આવું નિવેદન કરવાની હિમ્મત કરી છે. જેમાં એવું કહ્યું છે કે આ યુવતી સૈયદ મુસ્તફાને પરણી ગઈ છે. પીએસઓની ફરજના ભાગરૂપે આ કૃત્ય સંપૂર્ણપણે ફરજનું પાલન નહિં કર્યાનું ગણાય.

અદાલતે કહ્યું હતું કે યુવતીના નામે જે નિવેદન કરવામાં આવ્યુ છે (હું સલામત અને આનંદીત છું) તે માનવાનો અદાલત ઈન્કાર કરે છે. કોર્ટ માને છે કે યુવતીએ કરેલુ આ નિવેદન તેની સ્વૈચ્છાએ કરેલુ માનવાનો અદાલત ઈન્કાર કરે છે અને તેથી પોલીસને આદેશ આપવામાં આવે છે કે આ યુવતીને કોર્ટ સમક્ષ રજૂ કરે.

આ યુવતીને અદાલત સમક્ષ રજૂ કરવાનો હુકમ કરવા સાથે અદાલતે કહ્યું હતું કે જો આ યુવતી મળી આવે તો તેને દિલ્હી લઈ આવવી અને ચાર દિવસ માટે તેને દિલ્હીના નારી નિકેતનમાં રાખવી જેથી અરજી કરનાર કે જેની સાથે તે ભાગી ગઈ એ વ્યકિતઓના દબાણ હેઠળ રહે નહિં. અદાલતે પીએસઓને અરજદારને ધમકીઓ આપવા અંગેની બાબતમાં પણ ધ્યાન આપવા અને તેના કૌટુંબિક સભ્યોને પુરતી સલામતી આપવાનો પણ હુકમ કર્યો છે.

(3:42 pm IST)