Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

વોટસએપ માં હજુ પણ વધુ સુવિધા માટે કામગીરીઃ એક સાથે ૪ ડિવાઇઝમાં ચાલે તે માટે સંશોધનઃ પ્રાઇમરી ડિવાઇસ ઉપર એકટીવ ઇન્ટરનેટ કનેકશનની જરૂર નહી પડે

નવી દિલ્હીઃ WhatsApp માં છેલ્લા ઘણા સમયથી મલ્ટી ડિવાઇસ સપોર્ટ લાવવા પર કામ ચાલી રહ્યું છે. આ વર્ષે ઘણા રિપોર્ટ્સમાં તે જાણકારી સામે આવી કે કંપની આ આવનારા ફીચરને લાવવા માટે ઘણા સુધાર કરી રહી છે. એકવાર ફરી નવા રિપોર્ટમાં વોટ્સએપ મલ્ટી-ડિવાઇસ ફીચરને લઈને જાણકારી સામે આવી છે. 

વોટ્સએપ સાથે જોડાયેલી જાણકારી ટ્રેક કરનાર ટેક બ્લોગ WABetaInfo ના રિપોર્ટ પ્રમાણે, વોટ્સએપ હજુ ટેસ્ટિંગ કરી રહ્યું છે કે આ ફીચર ઓન થવા પર કોલ કઈ રીતે કોન્ફિગર થશે. ટિપ્સ્ટરનું કહેવું છે કે પાછલા સપ્તાહથી વોટ્સએપ આ ટેસ્ટિંગ કરી રહ્યું છે કે અલગ-અલગ ડિવાઇસ પર એક જ એકાઉન્ટ માટે કોલિંગ ફીચર કઈ રીતે કામ કરશે. તેનાથી સંકેત મળે છે કે વોટ્સએપ આ આવનારા ફીચરને લઈને સીરિયસ છે અને બની શકે કે જલદી આ ફીચરને રોલઆઉટ કરી દેવામાં આવે. 

મહત્વનું છે કે આ પહેલા પણ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચરને લઈને જાણકારી સામે આવી ચુકી છે. એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, યૂઝર્સ એક સાથે ચાર અલગ-અલગ ડિવાઇસ પર એક જ વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશે અને ખાસ વાત છે કે વોટ્સએપ વેબ ઉપયોગ કરવા દરમિયાન યૂઝર્સને પ્રાઇમરી ડિવાઇસ પર એક્ટિવ ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે નહીં. 

પાછલા રિપોર્ટસમાં તે પણ કહેવામાં આવ્યું હતું કે એપમાં  Linked Devices સેક્શન હેઠળ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ મળશે. યૂઝર્સ ‘Link a New Device option' પર ટેપ કરી નવા ડિવાઇસને એડ કરી શકશે. આ સિવાય યૂઝર્સની પાસે તમામ કનેક્ટેડ ડિવાઇઝની એક લિસ્ટની સાથે ફીચરને ઇનેબલ અને ડિસેબલ કરવા માટે એક ટોગલ બટન પણ રહેશે. 

(5:38 pm IST)