Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રિલાયન્સ જીયોના ગ્રાહકો માટે રૂ. ૩૯૯માં ૭પ જીબી ડેટા સાથેનો પોસ્ટપેઇડ પ્લાન ઉપલબ્ધઃ ર૦૦ જીબી સુધી રોલ ઓવરની સુવિધા

નવી દિલ્હીઃ Reliance Jio એ આ વર્ષ પોસ્ટપેડ ગ્રાહકોને આકર્ષવાના ઈરાદાથી Jio Postpaid Plus સર્વિસ લોન્ચ કરી છે. જીયોએ આ સર્વિસ હેઠળ 5 નવા પ્લાન રજૂ કર્યાં છે. તેની કિંમત 399 રૂપિયા, 599 રૂપિયા, 799 રૂપિયા, 999 રૂપિયા અને 1499 રૂપિયા છે. ખાસ વાત છે કે આ તમામ પ્લાનમાં OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. વાત કરીએ  399 વાળા પોસ્ટપેડ પ્લાનની તો આ કંપનીનો સૌથી અફોર્ડેબલ પ્લાન છે. આવો આ સૌથી સત્તા પ્લાનના ફાયદા વિશે જાણીએ. 


જીયોના 399 રૂપિયા વાળા આ પોસ્ટપેડ પ્લસ પ્લાનની બિલ સાઇકલ એટલે કે 28 દિવસની વેલિડિટી આપે છે. આ પ્લાનમાં જીયો ગ્રાહકોને 75જીબી ડેટા મળે છે. આ ડેટા પૂરો થયા બાદ 10 રૂપિયા પ્રતિ જીબીના હિસાબે ચાર્જ લેવામાં આવે છે. ખાસ વાત છે કે આ પ્લાનમાં ગ્રાહકોને કંપની 200GB સુધી રોલઓવરની સુવિધા આપી રહી છે. એટલે કે એક મહિનાનો બાકી બચેલો ડેટા બીજા મહિનાની ડેટા લિમિટેમાં એડ કરી દેવામાં આવે છે. 

વાત કોલિંગની કરીએ તો જીયો અને બીજા ટેલિકોમ નેટવર્ક પર અનલિમિટેડ મિનિટ્સ મળે છે. આ સિવાય ગ્રાહક અનલિમિટેડ એસએમએસનો ફાયદો ઉઠાવી શકે છે. જીયો એપ્સની સુવિધા પણ ગ્રાહકોને ફ્રી મળે છે. જીયોના આ સૌથી સસ્તા જીયો પોસ્ટપેડ પ્લસમાં ગ્રાહકોને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને ડિઝ્ની+હોટસ્ટાર  VIPનું સબ્સક્રિપ્શન પણ ફ્રી ઓફર કરવામાં આવે છે. 

જીયો પોસ્ટપેડ પ્લસ લોન્ચ થતા પહેલા જીયો ગ્રાહકોને ઓફિસ થનાર 199 રૂપિયાનો રેગ્યુલર પ્લાન પણ ગ્રાહક લઈ શકે છે. આ પેકમાં 25 જીબી ડેટા મળે છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ 20 રૂપિયા પ્રતિ જીબી હિબાસે પૈસા આપવા પડે છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસની સુવિધા છે. જીયો એપ્સ સિવાય કોઈ અન્ય ઓટીટી પ્લેટફોર્મનું ફ્રી સબ્સક્રિપ્શન આ પ્લાનમાં ઓફર કરવામાં આવતું નથી. દરેક નેટવર્ક પર વોઇસ કોલિંગ સંપૂર્ણ ફ્રી છે. 

(5:40 pm IST)