Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

કૃષિ કાયદાનો વિરોધ : આંદોલનને મોદી સરકારનું ફંડિંગ : ભાજપ નેતાના સવાલો પર ખડૂતોનો જવાબ

ખેડૂતોએ કહ્યું - સરકારે જે રૂપિયા ખાતામાં મોકલ્યા છે, એ અમે આંદોલન માટે દાન કરીશું.

નવી દિલ્હી :કેન્દ્ર સરકારાન કૃષિ કાયદા વિરુદ્ધ મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીની સરહદ પર મોરચો સંભાળ્યો છે. જ્યારે બીજી તરફ વડાપ્રધાન  મોદીના કિસાન સન્માન યોજનાની રકમ પંજાબના ખેડૂતોને મળી.  બેંક અકાઉન્ટમાં રૂપિયા આવ્યા પછી પંજાબના ખેડૂતોએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ આંદોલન કરવા માટે રૂપિયા મોકલ્યા છે. ખેડૂતોના આંદોલનની ફંડિંગને લઇ સત્તાધારી પાર્ટીને કેટલાક નેતાઓ પ્રશ્ન કર્યા છે. ખેડૂતોના આ નિવેદનને તેમના જવાબ તરીકે જોવામાં આવી રહ્યુ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સન્માન યોજના હેઠળ દેશભરના ખેડૂતોને 18000 કરોડ રૂપિયાથી વધુની રકમની ચુકવણી કરવામાં આવી છે. દરેક ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવ્યા છે. તેનો લાભ પંજાબના ખેડૂતોને પણ પહોંચ્યો અને તેમના ખાતામાં પણ 2000 રૂપિયા પહોંચ્યા.

 કેન્દ્ર સરકાર તરફથી મોકલવામાં આવેલા રૂપિયાને લઇને પંજાબના ખેડૂતોનું કહેવુ છે કે વડાપ્રધાને આ રૂપિયા આંદોલન કરી રહેલા ખેડૂતોની મદદ માટે મોકલ્યા છે.

 

ખેડૂતોનું કહેવુ છે કે સરકાર અમારા આંદોલન પર પ્રશ્ન કરી રહી છે કે તેમના આંદોલનને ફંડિંગ કોણ કરી રહ્યુ છે. ત્યારે એક ખેડૂતે જણાવ્યું કે મોદી સરકાર વિરુદ્ધના આંદોલનની ફંડિંગ પોતે મોદી સરકાર કરી રહી છે. તેમણે જણાવ્યું કે સરકારે જે રૂપિયા અમારા ખાતામાં મોકલ્યા છે, એ રૂપિયા અમે આંદોલન માટે દાન કરીશું.

બીજા એક ખેડૂતનું કહેવુ છે કે જે લોકો આંદોલનની ફંડિગ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે તેમને હું કહેવા માંગુ છે કે પંજાબના ખેડૂત ઘેર-ઘેર જઇ લોકોને આ આંદોલન માટે સમર્થન માંગી રહ્યા છે અને લોકો પોતાની ઇચ્છાશક્તિથી 50 રૂપિયાથી 5000 સુધી દાન કરી રહ્યા છે. તે રૂપિયાથી અમે વસ્તુ ખરીદી દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને મોકલી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે મોદી સરકારે અમારા ખાતામાં 2000 રૂપિયા મોકલ્યા છે અને હવે આ રૂપિયા પણ અમે આદોલન માટે મોકલીશું, અમારી લડાઈ સરકાર સાથે છે અને અમે તેના એક રૂપિયો પણ નહીં લઇએ.

(6:26 pm IST)