Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ભારતની કોરોના વેક્સીન માટે નેપાળને રસ : વેક્સીન નિર્માતા નીતિ આયોગના પ્રમુખ અને સરકારી અધિકારી સાથે ચર્ચા કરી

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસ વેક્સિનનું પરીક્ષણ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, વેક્સિનનું ઉત્પાદન ઝડપી થઈ રહ્યું છે.ભારત સરકારે કહ્યું છે કે, રસીકરણ એક મહિનામાં શરૂ થઈ શકે છે. બીજી તરફ, નેપાલે પણ પોતાની વેક્સિનની જરૂરતોને પૂરી કરવાની પહેલ શરૂ કરી દીધી અને ભારતમાં બની રહેલી વેક્સિનમાં રૂચી દાખવી છે.

 ભારતમાં નેપાલના રાજદૂત નીલાંબર આચાર્યે જણાવ્યું કે, વેક્સિનને લઈને તેમને ભારતમાં વેક્સિન નિર્માતાઓ અને સરકારી અધિકારીઓ સાથે દિલ્હીમાં ચર્ચા કરી.હતી 

પશ્ચિમી દેશોમાં ટીકાકરણની શરૂઆત પછી નેપાળમાં ચર્ચા થઈ રહી છે કે, ત્યાં વેક્સિનની આપૂર્તિ કેવી રીતે કરવામાં આવશે.

રાજદૂત આચાર્યએ ભારતમાં એક વેક્સિન નિર્માતા, સીરમ ઈન્સ્ટીટ્યુટના એક વરિષ્ઠ અધિકારી અને ભારતના નીતિ આયોગના પ્રમુખ અભિતાભ કાંત સાથે વાતચીત કરી હતી

સીરમ ઈન્સ્ટીટ્યુટ કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને બ્રિટનની ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય દ્વારા વિકસિત વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. આ રસીને 70થી 90 ટકા સુધી પ્રભાવી ગણાવી છે.

(6:35 pm IST)