Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઉમટ્યા : હોટલો હાઉસફુલ :લોકોમાં જબરો ઉત્સાહ : ઠંડીનો પારો 2 ડિગ્રીએ પહોંચ્યો

નાતાલ અને 31 ડિસેમ્બરને લઈને લોકોની ભારે ભીડ જામી

આબુ :આગામી સમયમાં આવનાર 31 ડિસેમ્બરને લઈ હાલ આબુમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. નાતાલની રજાઓને લઈ આબુ પરની તમામ હોટલો હાઉસફુલ જોવા મળી રહી છે. ત્યારે હાલ આબુમાં ઠંડીનો પારો 2 ડિગ્રી પહોંચ્યો છે. કોરોનાને લઈ હોટલોમાં પણ સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સીંગની ખાસ તકેદારી રખાઈ રહી છે.

નાતાલ અને 31 ડિસેમ્બરને લઈ હાલ લોકોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના પરિવાર અને મિત્રો સાથે લોકો ફરવા માટે નિકળી પડ્યા છે.ત્યારે લોકોનું સૌથી મનપસંદ સ્થળ આબુમાં હાલ 31 ડિસેમ્બરને લઈ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. 2 ડિગ્રી ઠંડી હોવા છતા લોકો ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે

 

નાતાલની રજાઓને લઈ હોટલ અને રેસ્ટોરન્ટ હાઉસફુલ છે. તો બજારમાં પણ દૂર-દૂરથી આવેલા પર્યટકોની ચહલ-પહલ જોવા મળી. નક્કી લેક પર વહેલી સવારે આકરી ઠંડીથી બચવા પર્યટકો ચાની ચુસ્કી મારતા દેખાયા. તો કોરોનાને લઈ હોટલોમાં પણ સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સીંગની ખાસ તકેદારી રખાઈ રહી છે.

હિમાચલ પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં કાતિલઠંડી પડી રહી છે. લાહોલ સ્પિતિના કાજામાં દેશની સૌથી ઊંચી આઈસ હોકી રિંગ છે. અહીં 3720 મીટર ઊંચાઈ પર તાપમાન માઈનસ 20 ડીગ્રી સુધી પહોંચી ગયો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં ગાઢ ધુમ્મસની સાથે સાથે તાપમાન આજે 3 ડીગ્રી રહેવાનો અંદાજ છે. આગામી દિવસોમાં તાપમાન 3-4 ડીગ્રી વચ્ચે રહેશે. જ્યારે લુધિયાણામાં બે દિવસ 2 ડીગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે પણ આ જ સ્થિતિ રહેશે. 27 ડિસેમ્બરે સામાન્ય વરસાદ રહી શકે છે

(6:50 pm IST)