Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

એક જ મહિનામાં 2 વખત સ્વરૂપ બદલે છે નવો કોરોના સ્ટ્રેન: AIIMS ડાયરેક્ટરની મોટી ચેતવણી

ભારત માટે આવનારા 6 થી 8 અઠવાડિયા ખૂબ જ મુશ્કેલભર્યા રહેશે

નવી દિલ્હી : કોરોના મહામારી વચ્ચે લોકો વેક્સિનની રાહ જોઇને બેઠા હતા, ત્યારે નવા સ્ટ્રેનએ રે લોકોને ચોંકાવી દીધા છે.ભારતમાં પણ તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે. આ સમગ્ર મામલાને લઇ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે આ સ્ટ્રેનને લઇને વધારે ચિંતા કરવાની જરૂર નથી. ગુલેરિયાએ વધુમાં જણાવ્યું કે કોરોના વાઇરસ દર મહિને બે વખત પોતાનો સ્વરૂપ બદલે છે.

 એટલે જુદા-જુદા દેશોમાંથી જે મ્યૂટેશનના સમાચાર સામે આવી રહ્યા છે, તે આ જ પ્રક્રિયાનો એક ભાગ છે. મ્યૂટેશનમાં વાઇરસ પોતાનો સ્વરૂપ બદલે છે. કોરોનાના નવા સ્ટ્રેનમાં ઝડપથી ફેલાવવાની તાકાત હોય છે. એટલે તે ગત વાઇરસ કરતા વધુ ચેપગ્રસ્ત છે.

એમ્સ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ અંગ્રેજી સમાચાર પત્રને વાઇરસ સ્ટ્રેનને લઇને જણાવ્યું કે, ચિંતા કરવાની કોઈ વાત નથી. તેમાં વાઇરસના લક્ષણ પહેલા જેવા જ હોય છે અને સારવારની રણનીતિમાં પણ કોઇ ફેરફાર નથી. એટલે કે નવા સ્ટ્રેને સારવારને લઇને કોઇ મુશ્કેલી ઉભી કરી નથી.

ગુલેરિયાએ નવા સ્ટ્રેન પર વેક્સિનની અસરને લઇને પણ વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે હાલ જે ડેટા મળ્યા છે, તેનાથી ખુલાસો થયો છે કે વેક્સિન નવા સ્ટ્રેન પર પણ અસરકારક સાબિત થશે. જોકે તેને લઇને હાલ સ્પષ્ટ નથી કહી શકાતુ.new strain aiims

ગુલેરિયાએ જણાવ્યું કે ભારત માટે આવનારા 6થી 8 અઠવાડિયા ખૂબ જ મુશ્કેર ભર્યા રહેશે. હાલ ભારતમાં કોરોનાના નવા કેસ અને તેના કારણે થનાર મૃત્યુના આંકડા નીચે તરફ જતા દેખાઇ રહ્યા છે.

ભારતમાં પણ પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યામાં (India Corona Cases) વધારો થઈ રહ્યો છે અને તે એક કરોડને પાર પહોંચી ચૂક્યો છે. એક તરફ દેશમાં જ્યાં કોરોના વૅક્સીનની (Corona Vaccine) રાહ જોવાઈ રહી છે, ત્યાં બીજી તરફ કોરોનાના નવા સ્ટ્રેનનું સંકટ પણ યથાવત છે. India Corona Update

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1,01,69,118 પર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22,273 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 251 કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કુલ 1,47,343 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે. 

જો કે રાહતની વાત એ છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,274 દર્દીઓ કોરોનાને માત આપી છે. આ સાથી જ કુલ 97,40,108 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર કોરોનાના એક્ટિવ કેસો 3 લાખની નીચે છે.

હાલ દેશમાં એક્ટિવ કેસોનો આંકડો 2,81,667 છે. જ્યારે રિકવરી રેટમાં સામાન્ય વધારા સાથે 95.78 ટકા પર પહોંચ્યો છે. જ્યારે પોઝિટિવિટી રેટ 2.6 ટકા અને મૃત્યુદર 1.44 ટકા પર છે.

ગત એક દિવસમાં 8,53,527 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે જ અત્યાર સુધી કુલ 16,71,59,289 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના કેસ મામલે ભારત સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે અમેરિકા છે, જ્યાં અત્યાર સુધી કોરોનાના 1,87,56,475 કેસ સામે આવ્યા છે. જ્યારે કુલ 3,30,244 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

(6:55 pm IST)