Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ભારતમાં ઘુષણખોરી કરવા આતંકવાદીઓ કરશે ગુજરાતથી એન્ટ્રી :ઇન્ટેલિજન્સની મોટી ચેતવણી

આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીર અને પંજાબ ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતથી ઘૂસણખોરીની ફિરાકમાં:બોર્ડરે જવાનો સચેત

નવી દિલ્હી :પાકિસ્તાને હવે આતંકવાદીઓ ભારતમાં દાખલ થવા માટે જમ્મુ-કાશ્મીર અને પંજાબ ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતથી ઘૂસણખોરીની ફિરાકમાં છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસફ) તરફથી રજૂ કરેલા આંકડાઓના હવાલાથી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે, હાલના દિવસોમાં ઘૂસણખોરીની ઘટનાઓમાં વધારો નોંધાયો છે.પાછલા વર્ષે નવેમ્બર પહેલા અઠવાડિયા સુધી BSFએ રાજસ્થાન અને ગુજરાત બોર્ડરથી ઘૂસણખોરીની એકપણ ઘટના રેકોર્ડ કરી નથી. આ વર્ષે અહીં ઘૂસણખોરીની કોશિશ થઈ છે. જ્યારે બીએસએફની કાશ્મીર ફ્રંટિયરે આ વર્ષે બોર્ડર પર ઘૂસણખોરીની એક કોશિશને નિષ્ફળ કરી હતી. પાછલા વર્ષે નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી ઘૂસણખોરીની ચાર ઘટનાઓ સામે આવી હતી.

અધિકારીઓએ દાવો કર્યો છે કે, પાકિસ્તાન ભારતમાં આતંકી મોકલવા માટે નવા રસ્તા શોધી રહ્યાં છે. આપણા જવાન બધી રીત સચેત છે અને 24 કલાક બોર્ડરની રક્ષામાં લાગેલા છે. તેમને જણાવ્યું કે, બીએસએફ પોતાના જવાનોની પોઝિશિન ઈન્ટેલિજન્સ ઈનપુટના હિસાબે સતત અપડેટ કરી રહ્યાં છે.

 

બીએસએફ અધિકારીઓએ જણાવ્યું કે, આ વર્ષ નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી 11 ઘૂસણખોરીની ઘટનાઓ થઈ. ઘૂસણખોરી જમ્મુ, કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરોથી થઈ. આ વર્ષે જમ્મુ અને પંજાબ બોર્ડરથી વધારે 4-4 ઘૂસણખોરીની ઘટનાઓ રેકોર્ડ કરવામાં આવી છે.

 

ગુજરાત-રાજસ્તાન બોર્ડર પર રણ ઓફ કચ્છની બોર્ડર પર જૂલાઈમાં 12-13 લોકો ઘૂસણખોરીની ફિરાકમાં હતા. ઘૂસણખોરોને પેટ્રોલિંગ કરી રહેલા જવાનોએ અનેક ચેતવણીઓ આપી હતી, પરંતુ તે આગળ વધતા રહ્યાં. તે પછી જવાનોએ ફાયરિંગ કરી, જેમાં એક ઘૂસણખોરની મોત થઈ ગઈ, અન્ય પરત ભાગવામાં સફળ થઈ ગયા.

 

જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં BSFએ ઈન્ટરનેશનલ બોર્ડર પર 150 મીટર લાંબી સુરંગનો પર્દાફાશ કર્યો હતો. BSFએ એક ઘૂસણખોરને ઠાર પણ માર્યો હતો. જમ્મુમાં બીએસએફે IG એનએસ જામવાલે જણાવ્યું હતુ કે, ઈન્ટરનેશનલ બોર્ડર પર આ સુરંગ મળવાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે, પાકિસ્તાની સેના આતંકવાદીઓની મદદ કરી રહી છે.

(7:04 pm IST)