Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રાજકોટમાં કોરોનાને ઠંડી લાગી: સાંજે 39 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 58 કેસ નોંધાયા

કુલ કેસનો આંક 13,342એ પહોંચ્યો: 139 દર્દીઓ સાજા થયા : હાલ 520 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 39 અને બપોરે 19 સાથે  કુલ 58 કેસ નોંધાયા છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 39 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 13,342 થયા છે. હાલમાં 520 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 139 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:14 pm IST)