Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

એનડીએથી વધુ એક સાથી પક્ષે છેડો ફાડ્યો : રાષ્ટ્રીય લોકતાંત્રિક પક્ષ ખેડૂતોના સમર્થનમાં દિલ્હી કૂચ કરશે

ભાજપના પૂર્વ સાંસદ હરિંદર સિંહ ખાલસાએ ખેડૂતોના સમર્થનમાં સભ્યપદથી રાજીનામું આપ્યું

નવી દિલ્હી : એનડીએના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ના અધ્યક્ષ અને રાજસ્થાનના નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં અને લોકહિતના મુદ્દાને લઇ એનડીએથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.

 રાજસ્થાનના અલવર જિલ્લામાં શાહજહાંપુર-ખેડા સરહદ પર પ્રદર્શનકારીઓને સંબોધિત કરતા રાજસ્થાનના નાગૌર બેઠકથી લોકસભા સાંસદ બેનીવાલે જણાવ્યું કે અમે એ લોકો સાથે ઉભાં નહીં રહીએ જે ખેડૂતો વિરુદ્ધ છે.બેનીવાલે 19 ડિસેમ્બરે જણાવ્યું હતુ કે 26 ડિસેમ્બર એટલે આજે બે લાખ ખેડૂતો સાથે દિલ્હી તરફ કૂચ કરશે તથા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનમાં રહેવા અંગે પણ નિર્ણય એ જ દિવસે થશે.

અગાઉ 19 ડિસેમ્બરે જ તેમણે સાંસદની ત્રણ સમિતિઓના સભ્ય પદનો ત્યાગ કર્યો હતો. સાંસદે તેમના ત્યાગપત્ર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મોકલ્યું હતુ. બિરલાને મોકલેલા પત્રમાં બેનીવાલે સંસદની ઉદ્યોગ સંબંધિત સ્થાયી સમિતિ, અરજી સમિતિ અને પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયની સલાહકાર સમિતિમાંથી રાજીનામું આપવાની વાત કહી હતી

બેનિવાલે 2018ની રાજ્ય ચૂંટણી પહેલા ભાજપ સાથે છેડો ફાડી રાજસ્થાનમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ની શરૂઆત કરી હતી. પાર્ટીએ 2019ની સામાન્ય ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન કર્યુ હતુ, પરંતુ કૃષિ કાયદાની ટીકા અને ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે. Agriculture Law Bill RLP 

RLP એનડીએ છોડનાર સૌથી નવો પક્ષ છે. તે પહેલા એનડીએનો સૌથી મોટો પક્ષ શિવસેનાએ સાથે છોડ્યો હતો અને આ વર્ષે સપ્ટેમ્બરમાં અકાળી દળે કૃષિ કાયદાના વિરોધના કારણે પોતાને એનડીએથી અલગ કર્યું હતુ. Agriculture Law Bill RLP 

પંજાબના ભાજપ નેતા અને પૂર્વ સાંસદ હરિંદર સિંહ ખાલસાએ ખેડૂતોના સમર્થનમાં સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમને કહ્યું છે કે, ખેડૂત મુશ્કેલીમાં છે, પરંતુ સરકાર અને ભાજપા નેતા અસંવેદનશીલ બનેલા છે.

સરકાર સાથે વાતચીતના આમંત્રણના પત્ર પર ખેડૂતોએ શનિવારે નિર્ણય લીધો. તેમને નક્કી કર્યું છે કે, વાતચીત ફરીથી શરૂ કરવામાં આવશે. તે માટે સરકારને 29 ડિસેમ્બરે તારીખ આપી છે. તેમને કહ્યું છે કે, કૃષિ ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાની સંભાવના અને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ના કાયદાકીય ગેરંટી વાતચીતના એજેન્ડામાં હોવી જોઈએ. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આની જાણકારી આપી.

સરકારે ગુરૂવારે વધુ એક પત્ર લખીને ખેડૂતો સાથે વાતચીત માટે દિવસ અને સમય નક્કી કરવાની અપીલ કરી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતુ કે, ખેડૂતોના મુદ્દાને ઉકેલવા માટે સરકાર ગંભીર છે. સરકારે તે સ્પષ્ટ કરી દીધું છે કે, લઘુત્તમ સપોર્ટ ભાવ સાથે જોડયેલી કોઈપણ નવી માંગ જે નવા કૃષિ કાયદાના દાયરાથી બહાર છે, તેને વાતચીતમાં સામેલ કરવી તાર્કિક રહેશે નહીં.

(7:56 pm IST)