Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સિંધૂ બોર્ડર પર ખેડૂત સંગઠનોની બેઠક:29મીએ કેન્દ્ર સાથે વાતચીત કરવા સહમત : કૃષિ કાયદા પાછા ખેંચવા માંગણી

સરકારે પાછલી બેઠકોના તથ્યોને છીપાવીને જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યાનો આક્ષેપ

નવી દિલ્હી : દિલ્હીના સિંધૂ બોર્ડર પર ખેડૂત સંગઠનોએ બેઠક કરી હતી. જેમાં સરકારના પ્રસ્તાવ પર નિર્ણય લેતા કિસાન સંગઠનોએ આગળની વાતચીત પર સહમતિ વ્યક્ત કરી છે. સંયુક્ત કિસાન મોર્ચાએ (SKM) સરકારના પ્રસ્તાવ પર બેઠક પછી કહ્યું કે તેમણે 29 ડિસેમ્બરે સવારે 11 વાગે કેન્દ્ર સાથે વાતચીત પ્રસ્તાવિત કરી છે. આ સાથે કિસાન સંગઠનોએ સરકારને પત્ર લખીને ફરીથી કૃષિ કાનૂનને રદ કરવાની માંગણી કરી છે.

સંયુક્ત કિસાન મોર્ચાએ સરકારને લખેલા પત્રમાં કહ્યું કે 24 ડિસેમ્બરે તમારો લેટર મળ્યો છે. અફસોસ છે કે આ ચિઠ્ઠીમાં પણ સરકારે પાછલી બેઠકોના તથ્યોને છીપાવીને જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે. અમે દરેક વાતચીતમાં હંમેશા ત્રણ કેન્દ્રીય કૃષિ કાનૂનોને રદ કરવાની માંગણી કરી છે. સરકારે તેને તોડી-મરોડીને રજુ કર્યું છે. તમે તમારી ચિઠ્ઠીમાં કહો છો કે સરકાર કિસાનોની વાતને આદરપૂર્વક સાંભળવા માંગે છે. તમે સાચે જ આમ ઇચ્છો છો તો સૌથી પહેલા વાતચીતમાં અમે કયા મુદ્દા ઉઠાવ્યા હતા, તેના વિશે ખોટા નિવેદનો ના કરો અને આખા સરકારી તંત્રનો ઉપયોગ કરીને ખેડૂતો સામે દુષ્પ્રચાર બંધ કરો.

(8:59 pm IST)