Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા બન્યા સફેદરણના મહેમાન : સાંસદ વિનોદ ચાવડાએ આપ્યો આવકાર

ભુજ: કચ્છનું સફેદરણ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.જોકે, આ વખતે કોરોનાના કારણે રણોત્સવની ઉજવણી ફિક્કી છે. તે વચ્ચેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહનો ધોરડોના સફેદરણમાં કાર્યક્રમ યોજાઈ ગયો છે.

  હવે વધુ એક વીઆઈપી ગેસ્ટ કરછના સફેદરણના મહેમાન બન્યા છે. આ મહેમાન છે, હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ઓમપ્રકાશ ચૌટાલા !!. તેઓ આજે ખાસ વિમાનમાં ભુજ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા ત્યારે સાંસદ વિનોદ ચાવડાએ તેમને આવકાર્યા હતા. દુષ્યંત ચૌટાલા સાથે તેમના પત્ની અને પરિવારજનો છે. રાજ્ય સરકારના ખાસ અતિથિ તરીકે તેઓ કચ્છના ધોરડોમાં સફેદરણમાં રોકાશે.

(9:44 pm IST)