Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

જે યૂપીએનો હિસ્સો ના હોય તેઓ નેતૃત્વના વિશે સલાહ આપે નહીં : સામનાના લેખ પર કોંગ્રેસ ભડકી

શિવસેના યૂપીએનો હિસ્સો નથી, તેથી યૂપીએ વિશે શિવસેનાને પોતાના વિચાર વ્યક્ત કરવાનો અધિકાર નથી . સોનિયા જીનું નેતૃત્વ સક્ષમ છે

મુંબઈ : શિવસેનાના મુખપત્ર સામનામાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન પર એક લેખ લખવામાં આવ્યો છે. તેના જવાબમાં હવે કોંગ્રેસે પલટવાર કર્યો છે. શિવસેનાને સલાહ આપતા કોંગ્રેસ નેતા અને પૂર્વ સીએમ અશોક ચૌહાણે કહ્યું કે, જે પાર્ટી યૂપીએનો હિસ્સો નથી, તેઓ યૂપીએના નેતૃત્વના વિશે કોંગ્રેસને સલાહ આપે નહીં. સોનિયા જીનું નેતૃત્વ સક્ષમ છે.

 સામનામાં યૂપીએને એનજીઓની જેમ કામ કરી રહી હોવાનું કહેવામાં આવ્યું છે. આ લેખ પછી કોંગ્રેસ તરફથી પૂર્વ સીએમ અશોક ચૌહાણે શિવસેનાને સલાહ આપી છે કે, જે પાર્ટી યૂપીએનો હિસ્સો નથી તેને યૂપીએના નેતૃત્વ વિશે કોંગ્રેસને સલાહ આપવી જોઈએ નહીં. સાથે જ તેમને કહ્યું કે, શરદ પવારે પોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ યૂપીએની કમાન સંભાળશે નહીં.

આ મુદ્દા પર મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતા નસીમ ખાને પણ શિવસેના પર પ્રતિક્રિયા આપી. તેમને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ કોમન મિનિમમ પ્રોગ્રામના આધાર પર મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપ્યું છે. શિવસેના યૂપીએનો હિસ્સો નથી, તેથી યૂપીએ વિશે શિવસેનાને પોતાના વિચાર વ્યક્ત કરવાનો અધિકાર નથી અને શિવસેનાએ તેનું ધ્યાન રાખવું જોઈએ. તેમને આગળ કહ્યું કે, અમારી પાર્ટી હંમેશા વર્તમાન કૃષિ કાયદાઓના વિરૂદ્ધ રહી છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને આખી કોંગ્રેસ પાર્ટી મજબૂતી સાથે ખેડૂતો સાથે ઉભી છે.

(11:10 pm IST)