Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકેતને જાનથી મારી નાખવાની ધમકી : પોલીસ ફરિયાદ

બિહારથી એક ફોન આવ્યો : પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી

નવી દિલ્હી : કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલાવી રહ્યાં છે. આ વચ્ચે ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકેતને એક અજ્ઞાત વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખાવાની ધમકી આપવામાં આવી. ત્યાર બાદ અર્જૂન બાલિયાન (સહાયક, રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેત)એ કોશામ્બી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. હાલમાં પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

 ખેડૂત નેતા રાકેશ ટિકેત અનુસાર, બિહારથી એક ફોન આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતુ કે, હથિયારોની જરૂરત છે શું? જણાવો કેટલા હથિયાર મોકલવા છે, તને મારવાનો પ્લાન છે.

ઇન્દિરાપુરમ સીઓ મુજબ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી છે.

  નવા કૃષિ કાયદાઓને રદ્દ કરવાની માંગને લઈને આંદોલન કરી રહેલા ખેડૂતોને એક મહિનો પૂરો થઈ ગયો છે. આજે ખેડૂત નેતાઓ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, 29 ડિસેમ્બરે સરકાર સાથે કૃષિ કાયદાઓને પરત ખેંચવા બાબતે વાત કરશે

(11:42 pm IST)